________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
'E ફરી ફરીને સાંભળો. કહેવાનું કે જેને બહુ શ્રદ્ધા પ્રતીતિ આવી છે તેનું કામ થશે.
સૌને વિશ્વાસ, પ્રતીતિ આવી છે તેનું કામ થશે. સૌને વિશ્વાસ, પ્રતીતિ અને શ્રદ્ધાનું કામ છે.” (ઉ.પૃ.૧૯૬)
જ્ઞાની પુરુષના વચનમાં વિશ્વાસ રાખવો એ સુખદાયક માર્ગ છે ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી. અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૨૨૪) આવી સ્પષ્ટ વાત હોવા છતાં હે પ્રભુ! આપનો મને દ્રઢ વિશ્વાસ નથી. આપ તણો વિશ્વાસ હૃઢ... (શ્રી મોહનલાલજી મહારાજનો પ્રસંગ )
પરમકૃપાળુદેવના ચરણસ્પર્શથી બઘી શંકાઓનું સમાઘાના શ્રી મોહનલાલજી મુનિનો પ્રસંગ - “મુનિ મોહનલાલજીને પ્રશ્ન ઊઠ્યો કે પરમકૃપાળુદેવની પરમ નિગ્રંથદશા માનીએ છીએ અને આવી ઉપાથિમાં રહે છે, તેનો ઉત્તર નહીં મળવાથી દેહત્યાગ કરવાના વિચાર સુધી મુંઝવણ થયેલી તે પરમકૃપાળુદેવના ચરણસ્પર્શ કરતાં બઘાં કલંકો સમાઈ ગયા. અને અપૂર્વ શાંતિ પ્રસરી ગઈ. તેમજ દેહથી જેમ વસ્ત્ર ભિન્ન છે તેમ આત્મા અને દેહનું ભિન્નત્વ કૃપાળુદેવ વિષે ભાસ્યું.