________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
%
{É 3 ડાહ્યા ન
થવું.
જ્ઞાનીએ કહ્યું તે લક્ષમાં રાખવું. એક મંત્ર મળ્યો તો તેની પાછળ પડવું, ગાંડા થઈ જવું. આત્માનું હિત 4 કરવું છે. લોકો કાગડાને પાંજરામાં નથી પૂરતા; પોપટને પાંજરામાં કેમ પૂરે છે? ડાહ્યો થવા જાય છે - - તેથી. ડહાપણ દેખાડવું નથી, તેમ માનવું પણ નથી. જ્ઞાનીએ કહ્યું તે એક સાચું જ્ઞાની જાણે છે. એણે જે કહ્યું તેને આઘારે આઘારે કામ કર્યા કરવું. આટલો ભવ તેમ કરવું.” (જૂનું બો. ૧ પૃ. ૨૩૧) (શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈના પ્રસંગમાંથી)
સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી તેનો બેડો પાર થાય “સદ્ધા પરમ દુલહા આ આગમનું વચન પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ઘણી વખત બોઘમાં દર્શાવતા. એક વખત પર્યુષણ પર્વના છેલ્લા દિવસે બઘી સભા સમક્ષ જણાવેલું કે એક વાક્ય ફરી પર્યુષણ ઉપર બઘા મળીએ ત્યાં સુધી વારંવાર વિચારવા જણાવું છું, કહીને ઉપરનું વાક્ય કહ્યું હતું. “શ્રદ્ધા પરમ કુહા” સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી તેનો બેડો પાર થાય તેમ છેજી. ઘર્મનો પાયો સબ્રદ્ધા છે. કંઈ ક્રિયા, તપ, ઉપવાસ આદિ ન બને તેનો વાંધો નથી; પણ જો સતુશ્રદ્ધા હૃદયમાં હોય તો તેને શુદ્ધભાવનો પક્ષપાત છે. તેના વખાણ શ્રી યશોવિજયજીએ કર્યા છે :
શુદ્ધભાવ ને સૂની કિરિયા, બહુમાં અંતર કેતોજી,
ઝળહળતો સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં તેતોજી.” માત્ર શુદ્ધભાવનો પક્ષપાત જેને છે અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની શૂન્ય ક્રિયા ઘણી કરે છે પણ પહેલાને સૂર્યના તેજ જેવું વિપુલ અને શાશ્વત ફળ મળે છે અને બીજાને અલ્પ અને ક્ષણિક ફળ માત્ર ક્રિયાનું મળે છે તે આગિયાના અજવાળા-ઝબકારા જેવું છે.” -ઓ.૩ (પૃ.૬૨૦)
ગુરુના આત્માની ચેષ્ટા વિષે વૃત્તિ રહે તો વૃઢ વિશ્વાસ આવે એક શિષ્યની ગુરુપ્રત્યેની શ્રદ્ધાનું દ્રષ્ટાંત – “એક ગુરુશિષ્ય વિહાર કરતાં વડની
८४