________________ આજ્ઞાભક્તિ એવો બૅરિસ્ટર મૂયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.” (વ.પૃ.૬૬૨) એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાત્ પા પાઈની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તે અપૂર્વ જ્ઞાનીના વચનો સાંભળતો હોય તોપણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ઘુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીના વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી! પા પાઈની બીડીથી જો એમ થઈ જાય છે, તો વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી.” (વ.પૃ.૬૮૯) /રકા. બીજા વ્યસનો બીડી પીવી, તંબાકુ સુંઘવી, તંબાકુ દાંતે ઘસવી ત્રણેય કાઢી નાખ્યા. શ્રી છગનભાઈનો પ્રસંગ - “એક દિવસ મને બીડી પીતો, તંબાકુ સુંઘતો અને દાતણ વેળાએ તંબાકુ ઘસતો જોયો. મને તંબાકુનું વ્યસન હતું. તે જોઈ સાહેબજીએ કહ્યું કે “ત્રણે કાઢી નાખ.” તે મેં તે જ દિવસથી કાઢી નાખ્યા” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૪૧) 442