________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ થઈ ગઈ. ઘર્મના મહિમાથી નાગિલે તેનું સર્વ કપટ જાણી લીધું. પછી વિચાર્યું કે, 'હું ન કદિ બીજાના કપટથી આવી રીતે શીલનો ભંગ પણ થાય, માટે સર્વવિરતિપણું અંગીકાર કરવું તેજ યોગ્ય છે.” આવું ઘારી તેણે તત્કાળ કેશનો લોચ કર્યો પછી સૂર્યનો ઉદય થતાં નાગિલે નંદાની સાથે ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું..... તે દંપતી મૃત્યુ પામીને હરિવર્ષ ક્ષેત્રને વિષે યુગલિઆ થયા. ત્યાંથી દેવતા થઈ પુનઃ નરભવ પામી મોક્ષને પ્રાપ્ત થયા. “આ નાગિલે દ્રવ્યદીપથી શુભ એવા ભાવદીપને ચિંતવ્યો અને સ્વદારાસંતોષ વ્રતમાં દ્રઢ પ્રતિજ્ઞા રાખી તો તે વિદ્યાઘરીથી પણ કંપાયમાન થયો નહીં.” માટે સર્વ પ્રાણીએ સ્વદારાસંતોષ વ્રત દૃઢપણે ઘારણ કરવું.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા. 2 (પૃ.૭૬) સાત વ્યસનોનું ફળ “સસ વ્યસન સદ્ઘર્મ ભુલાવે : યુધિષ્ઠિર ઘર્માત્માજી, જુગાર શરતે દ્રૌપદી મૂકી! કેવા થયા મહાત્માજી?” વિનય અર્થ : સાતેય વ્યસન આત્મઘર્મને ભુલાવે છે. યુધિષ્ઠિર જે ઘર્મરાજા નામે પ્રખ્યાત હતા, તેમણે જુગાર રમતાં શરતમાં પોતાની સ્ત્રી દ્રૌપદીને પણ મૂકી દીધી. અહો! મહાત્મા હોવા છતાં વ્યસનને આધીન તેમની પણ કેવી મતિ થઈ ગઈ. 24 “કૃષ્ણ કુળના કુલીન પુત્રો મદિરાથી મદમાતાજી, દાહ દ્વારિકાનો વિચારો; વ્યસન બઘા દુખદાતાજી.” વિનય અર્થ : પ્રદ્યુમ્ન અને સાંબનું દ્રષ્ટાંત - ઉત્તમ કુળમાં જન્મેલા કુલીન એવા શ્રીકૃષ્ણના મોક્ષગામી સાંબ અને પ્રદ્યુમ્ન પુત્રો દારૂ પીને મદમાતા થઈ ગયા. ભગવાન દ્વારિકાનો દાહ દ્વીપાયન દ્વારા થશે. તેથી આ બેય જણા દારૂના નશામાં દીપાયન ઋષિ પાસે જઈ તેમને ખુબ હેરાન કર્યા. તે વખતે તેણે નિયાણું કર્યું કે મારા તપનો પ્રભાવ હોય તો હું આખી દ્વારિકાનો દાહ કરનાર થાઉં. એવા નિયાણાથી તે મરીને અગ્નિકુમાર દેવ થયો. અને આખી દ્વારિકા નગરીને બાળી નાખી. આમ દારૂના વ્યસનથી કેટલું મોટું અનર્થ થયું. વ્યસનો બઘાં જ આવી રીતે દુ:ખના જ આપનાર છે.” ||રપાી -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૪) “વિદ્યાઘર મહારાજા રાવણ પરસ્ત્રીવશ શીશ ખોવેજી, એક વ્યસન પણ પ્રાણ હરે તો સસ સેવી શું દો'વેજી?” વિનય અર્થ : “વિદ્યાઘરોના મહારાજા હોવા છતાં સતી સીતા જેવી પરસ્ત્રીને વશ થતાં રાવણે પોતાનું મસ્તક ખોયું. એક વ્યસન પણ તેના પ્રાણ હરણનું કારણ થયું તો સાતે વ્યસન સેવનારની કેવી ભયંકર સ્થિતિ થશે? “એક પાઈની ચાર બીડી આવે, હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો 441