________________ આજ્ઞાભક્તિ તે સાંભળી નાગિલ નિર્ભયપણે વિચારવા લાગ્યો કે, “દશ અવસ્થારૂપ હોવાથી દશ મસ્તકવાળા રાવણની જેવો કામદેવરૂપ રાક્ષસ કે જે દેવદાનવોથી પણ દુર્જય છે તે પણ શીલરૂપ અસ્ત્રથી સાધ્ય થાય છે.” આમ વિચાર કરે છે તેવામાં સૂત્કાર શબ્દ કરતી તે બાળાએ જાજ્વલ્યમાન લોઢાનો ગોળો તેના ઉપર નાખ્યો. તે વખતે નાગિલે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું, એટલે તે ગોળો ખંડ ખંડ ચૂર્ણ થઈ ગયો. Illi તે બાળા લજ્જાથી અદ્રશ્ય થઈ ક્ષણવારમાં નંદાનું રૂપ લઈને એક દાસીએ ઉઘાડેલા દ્વારમાંથી ત્યાં આવી અને મઘુર વાણીવડે બોલી કે–“હે સ્વામી! મને તમારા વિના પિતાને ઘેર ગમ્યું નહીં તેથી રાત્રી છતાં અહીં આવતી રહી.” તેને જોઈ નાગિલ વિચારમાં પડ્યો કે, “નંદા વિષયભોગ સંબંઘી સ્વપતિના સંબંધમાં પણ સંતોષવાળી છે, તેથી તેની આવી ચેષ્ટા હોય નહીં. આનું રૂપ તો તેના જેવું છે, પણ પરિણામ તેવા જણાતા નથી, તેથી એની પરીક્ષા કર્યા વિના વિશ્વાસ કરવો યોગ્ય નથી.” આમ વિચારી નાગિલે કહ્યું કે, હે પ્રિયે! જો તું ખરેખરી નંદા હોય તો મારી સમીપ અઅલિતપણે ચાલી આવ. તે સાંભળી તે ખેચરી જેવી તેની સામે ચાલી તેવી જ માર્ગમાં અલિત 440