________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ જેમાં સ્નેહના ભંગરૂપ તેલનો વ્યય ન હોય અને જેમાં સમકિતના ખંડનરૂપ કંપ (ચંચળતા) ન હોય તેવા વિવેકરૂપી દીપકને જે ઘારણ કરતો હોય તે મારો પતિ થાઓ.” આ પ્રમાણે દીપના મિષથી તે સ્ત્રીએ જે અર્થ ઘાર્યો હતો તે કોઈ જાણી શક્યું નહીં અને તેં તો ધૂપણાથી યક્ષને આરાધીને કૃત્રિમ બાહ્ય દીપક બતાવ્યો એટલે શ્રેષ્ઠીએ પોતાની પુત્રી તને આપી. હવે તું કે જે મહા વ્યસની છે તેની પર શીલાદિગુણો યુક્ત એવી એ તારી સ્ત્રીનું મન લાગતું નથી; તેથી જો તું વ્રતને અંગીકાર કરીશ તો તારું ઇચ્છિત પૂર્ણ થશે.” નાગિલે પૂછ્યું, “ભગવાન! સર્વ ઘર્મમાં કયો ઘર્મ શ્રેષ્ઠ છે?” મુનિ બોલ્યા - “હે ભદ્ર! શ્રી જિનેન્દ્રપ્રભુએ પોતાના સુગંઘવડે ત્રણ ભુવનને સુગંધમય કરનાર સમકિતપૂર્વક શીલઘર્મને સર્વ ઘર્મમાં શ્રેષ્ઠ કહેલો છે ઇત્યાદિ. ગુરુવાક્ય સાંભળી નાગિલ પ્રતિબોધ પામ્યો. અને તત્કાળ સમતિ, શીલ અને વિવેકરૂપ દીપકને સ્વીકારી તે દિવસથી તે શ્રાવકઘર્મને આચરવા લાગ્યો. આ પ્રમાણે સાંભળી નંદા ઘણો હર્ષ પામી અને ભાવથી તેની સેવા કરવા લાગી. અન્યદા તે પિતાને ઘેર ગઈ હતી અને નાગિલ એકલો ચંદ્રના પ્રકાશમાં સુતો હતો, તેવામાં કોઈ પતિવિયોગી વિદ્યાધરની પુત્રીએ તેને જોયો. તેથી તત્કાળ કામાતુર થઈ ત્યાં આવીને તેણે કહ્યું કે, “હે મહાપુરુષ! જો મને સ્ત્રીપણે સ્વીકારશો તો હું તમને બે અપૂર્વ વિદ્યા આપીશ. આ મારું લાવણ્ય જુઓ, મારા વચનને અન્યથા કરશો નહીં.” આ પ્રમાણે કહી શરીરે ધ્રુજતી તે બાળા નાગિલના ચરણમાં પડી, એટલે નાગિલે જાણે અગ્નિથી બળ્યા હોય તેમ પોતાના પગને સંકોચી દીધા. એટલે તે બાળા એક લોઢાનો અગ્નિમય રક્ત ગોળો વિક્ર્વીને બોલી કે, “અરે અઘમ! મને ભજ, નહીં તો હું તને ભસ્મીભૂત કરી નાખીશ.' 439