________________ આજ્ઞાભક્તિ અન્ય સ્ત્રી પુરુષમાં આસક્ત થવાનું ફળ બીજા પુરુષ અને બીજી સ્ત્રીઓમાં આસક્ત મનવાળા સ્ત્રી પુરુષોને ભવોભવમાં નપુંસકપણું, તિર્યચપણું અને દીર્ભાગ્યપણું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય પાળવાનું ફળ ચારિત્રના પ્રાણ સરખા અને મોક્ષના એક અસાઘારણ કારણ સરખા બ્રહ્મચર્યને આદરવાથી દેવો વડે કરીને પણ તે પૂજાય છે. બ્રહ્મચર્યના પાલન કરવાથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાન (આકૃતિ)વાળા, દૃઢ સંઘયણવાળા, તેજસ્વી અને મહાન પરાક્રમવાળા પુરુષો થઈ શકે છે. આ પ્રમાણે ગૃહસ્થોનું સ્વદારાસંતોષ યા પરસ્ત્રી ત્યાગ કરવારૂપ ચોથા વ્રતનું વર્ણન કર્યું.” -યોગશાસ્ત્ર (પૃ.૧૩૪) ઘવળશેઠનું દૃષ્ટાંત - “ઘવળશેઠને શ્રીપાળ રાજાની સ્ત્રીઓ પ્રત્યે તેમજ તેના ઘન પ્રત્યે આસક્તિ હોવાથી મરીને સાતમી નરકે ગયો. શ્રીપાળ પોતાના મહેલમાં સૂતા હતા. તેને મારવા માટે કટાર લઈ ઉપર ચઢતાં પડી ગયો અને તે જ કટાર વડે મરીને તે ઘવલશેઠ નરકગતિને પામ્યો.” |23ii -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૪) પરસ્ત્રીનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી વ્રતમાં દૃઢ રહેવું નાગિલનું દ્રષ્ટાંત - “ભોજપુર નામના નગરમાં સર્વજ્ઞ ઘર્મમાં તત્પર લક્ષણ નામે એક વણિક રહેતો હતો. તેને નવતત્ત્વને જાણનારી નંદા નામે પુત્રી હતી. એક વખતે વરને માટે શોઘ કરતાં પિતાને તેણીએ આ પ્રમાણે જણાવ્યું કે “હે પિતાજી! જે પુરુષ કાજળ વગરનો, વાટથી રહિત, તેલના વ્યય વિનાનો અને ચંચળપણા રહિત દીવાને ઘારણ કરે તે મારો પતિ થાઓ.” પુત્રીનું આ વચન સાંભળી તેનો દુષ્કર અભિગ્રહ જાણીને ચિંતાતુર થયેલા લક્ષણશેઠે તે વાર્તા નગરમાં ઉદ્ઘોષણાથી જાહેર કરી. આ ખબર નાગિલ નામના એક શ્રુતકારે સાંભળી, એટલે કોઈ યક્ષની સલાહથી તેણે તેવો દીપક કરાવ્યો. તે નજરે જોઈ શ્રેષ્ઠી હર્ષ પામ્યો અને પોતાની પુત્રી નંદા તે નાગિલને પરણાવી. પછી નંદા પોતાના પતિને વ્યસનાસક્ત જાણી ઘણી કચવાવા લાગી, તથાપિ નાગિલે તે વ્યસન છોડ્યું નહીં. તેથી હમેશાં દ્રવ્યનો વ્યય થવા લાગ્યો. લક્ષણશેઠ પુત્રીના સ્નેહથી તેને દ્રવ્ય પૂરતો હતો અને નંદા પતિની સાથે મન વિના પણ નિરંતર પરિચય રાખતી હતી. એક વખતે નાગિલના મનમાં એવો વિચાર થયો કે, “અહો! આ સ્ત્રીનું કેવું ગાંભીર્ય છે કે જે હું મોટો અપરાથી છતાં મારી ઉપર કોપ કરતી નથી.” અન્યદા નાગિલે કોઈ જ્ઞાની મુનિને ભક્તિપૂર્વક પૂછ્યું કે, “હે મહામુનિ! આ મારી પ્રિયા શુદ્ધ આશયવાળી છતાં પણ મારી ઉપર મન ઘરતી નથી, તેનું શું કારણ?” મુનિએ તે નાગિલને યોગ્ય જાણી તેની પાસે અંતરંગ દીપકનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું–‘તારી સ્ત્રીની એવી ઇચ્છા હતી કે “જે પુરુષના અંતઃકરણમાં માયારૂપ કાજળ ન હોય, જેમાં નવતત્ત્વ વિષે અસ્થિરતારૂપ વાટ ન હોય. 438