________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ રહ્યા. ઘણું પૂક્યાં છતાં જ્યારે શેઠે ઉત્તર ન આપ્યો ત્યારે રાજાએ ગુસ્સે થઈ હતી શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. શેઠને શહેરમાં થઈ શૂળીએ ચઢાવવા લઈ જતાં જોઈ શહેરમાં હાહાકાર થઈ રહ્યો. તેની સ્ત્રી મનોરમાને ખબર થઈ. સતી મનોરમાએ ગૃહ ચૈત્યમાં જઈ શાસન દેવીઓને વિજ્ઞપ્તિ કરી કે જો મારો સ્વામી નિર્દોષ હોય તો શાસનાષિઘષ્ઠાતુ દેવદેવીઓ મને સહાય કરજો; અને પોતે સ્વામીનું કલંક દૂર ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગ કરી ધ્યાનસ્થપણે રહી. સુદર્શનને બહાર લઈ ગયા. શૂળી ઉપર ચડાવવાની તૈયારી કરે છે. સત્ય તે સત્ય જ. એ છૂપું રહે જ નહિ. સતી મનોરમાની લાગણી અને સુદર્શનની સત્યતા પ્રકટ કરવા શાસનાધિષ્ઠાતા દેવીએ શૂળીનું સિંહાસન કરી દીધું અને સત્યનો જયજયકાર થયો. - રાજા ત્યાં આવ્યો સુદર્શન પાસે પોતાનાં અજાણપણાના અપરાધની માફી માગી અને હાથી ઉપર બેસાડી રાજા સભામાં લઈ ગયો. અભયારે ખબર પડવાથી ગળે ફાંસો ખાઈ તે મરી ગઈ, અને ઘાવ માતા નાસી ગઈ. શેઠે ઘેર આવી દુઃખદાઈ સંસારવાસથી વિરક્ત થઈ ચારિત્ર ગ્રહણ કર્યું અને એકલ વિહારી થઈ સૂનાં વનો, જંગલો, પહાડો, ગુફાઓમાં ધ્યાનસ્થ રહી આત્મસાઘનમાં તે સાવધાન થયા. પંડિતા નાસી પાટલીપુત્ર શહેરમાં દેવદત્ત વેશ્યાને ત્યાં રહી. તેની આગળ સુદર્શનના રૂપ, ગુણ અને ઘેયર્તા વિગેરેનું વર્ણન કર્યું. એક દિવસ સુદર્શન મુનિ ફરતા ફરતા પાટલીપુત્રના વનમાં ધ્યાનસ્થ હતા. કાર્ય પ્રસંગે આવી ચડેલી પંડિતાએ તેને જોઈ, ઓળખી પોતાની સ્વામિનીને વાત કહી. તેણે પોતાને ત્યાં લાવવા કહ્યું. મુનિ પણ ધ્યાન પૂર્ણ કરી આહાર અર્થે ફરતા ત્યાં આવી ચડ્યા. વેશ્યાના ઘરની ખબર ન હોવાથી તેઓ અંદર ગયા. વેશ્યાએ આખો દિવસ હાવભાવ કરી ચલાયમાન કરવા પ્રયત્ન કર્યા પણ તે નિરર્થક ગયા. સાંજે થાકીને વેશ્યાએ જવા દીઘા. તે ત્યાંથી નીકળી વનમાં કાયોત્સર્ગે રહ્યા. અભયા રાણી આર્તધ્યાનથી મરીને વ્યંતરી થયેલી તે ફરતી ફરતી ત્યાં આવી. તેણે સુદર્શનને જોયા. પૂર્વનું વેર સાંભરી આવ્યું. તેણે ઘણા ઉપસર્ગો કર્યા. મુનિ પણ મનને દ્રઢ કરી આત્મધ્યાનની શ્રેણિ પર ચઢી આગળ વધ્યા અને પરિણામની વિશુદ્ધતાથી સર્વ કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. અનેક ભવ્ય જીવોને બોધ આપી સુદર્શન મુનિ મોક્ષે પધાર્યા. આ પ્રમાણે પરસ્ત્રીથી વિરક્ત રહેનાર મહાપુરુષ સુદર્શનનું ચરિત્ર સમાપ્ત થયું. આ ચરિત્ર ઉપરથી સુદર્શનની શિયળ વિષેની દૃઢતા સંબંઘી ઘણું સમજવા અને મનન કરવા જેવું છે. તે મહાપુરુષે ત્રણે ઠેકાણે અને તેમાં પણ અભયા રાણી પાસેથી પોતાનો બચાવ કર્યો હતો તે ખરેખર પ્રશંસવા લાયક છે.” યોગશાસ્ત્ર (પૃ.૧૨૯) પરપુરુષ ત્યાગ કરવાનો સ્ત્રીઓને ઉપદેશ “ઐશ્વર્યમાં રાજાના રાજા સરખો અને રૂપમાં કામદેવ જેવો પણ રાવણનો જેમ સીતાએ ત્યાગ કર્યો તેમ સ્ત્રીઓએ પરપુરુષનો ત્યાગ કરવો. 437