________________ આજ્ઞાભક્તિ એક દિવસ કૌમુદિ મહોત્સવનો દિવસ હતો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જ નગરમાંથી સર્વ સ્ત્રી પુરુષોએ બહાર નીકળી જવું અને રાત્રિ દિવસ વનમાં * આનંદથી ગુજારવો. તે દિવસ ચોમાસી ચતુર્દશીનો હોવાથી શેઠે વિચાર્યું કે મને ઘર્મમાં ખલેલ પડશે. રાજા પાસે ભેટ મૂકી તે દિવસ શહેરમાં ઘર્મધ્યાનમાં રહી ગુજારવા અરજ કરી. રાજાએ તેને ઘર્મિષ્ઠ હોવાથી રજા આપી. શેઠે દિવસ ચૈત્ય પરિપાટીમાં ગુજારી. રાત્રે પોષઘ કરી શૂન્ય ગ્રહમાં કાયોત્સર્ગમાં રહ્યો અને પ્રાતઃકાળ થયા સિવાય ગમે તેવા ઉપસર્ગ થાય તો પણ ચલાયમાન ન થવું તેવો અભિગ્રહ કર્યો. આ વાતની ખબર પંડિતાને પડી. પંડિતાએ અભયાને કહ્યું કે જો તું આજે બહાર ન જાય તો તારું કામ થાય. અભયાએ પેટમાં દુઃખવાનું બહાનું કાઢી રાજા પાસેથી શહેરમાં રહેવાની રજા મેળવી. ચોકીનો જાપતો પૂર્ણ હતો એટલે સુદર્શનને અંદર કેમ લાવવો તે વિચારમાં પંડિતા ઘુંચાઈ. આખર એવા નિર્ણય ઉપર આવી કે દેવની મૂર્તિના બહાનાથી તેને અંદર લઈ જવો. પછી કામદેવની ઊભી મૂર્તિ ગાડી ઉપર ચડાવી પંડિતા રાજગઢમાં લઈ ગઈ. ચોકીદારના પૂછવાથી તેણે તે મૂર્તિ દેખાડી અને જણાવ્યું કે રાણી સાહેબ આજે બહાર જવાનાં નથી માટે મૂર્તિઓનું પૂજન કરવા સારું રાજગઢમાં લઈ જવામાં આવે છે. બે ચાર મૂર્તિઓ તેવી રીતે લઈ જઈ કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહેલા સુદર્શનને ગાડી ઉપર ચડાવી અભયા રાણી પાસે લાવી મૂક્યો. પોતાના મનોરથો પૂર્ણ થયા સમજી અભયા નજીક આવી હાવભાવ કરવા લાગી. સુદર્શન ધ્યાનમાં જાગૃત હતો. ઉપસર્ગ આવ્યો જાણી તે વધારે દૃઢ થતો ચાલ્યો. અભયા કહે છે કે, તમારે માટે મેં આ બધી મહેનત કરી છે માટે મને શાંત કરો. સુદર્શન બોલ્યો નહિ, અભયાએ હાથ પકડ્યો, આલિંગન કર્યું અને કામોત્પન્ન કરવાની પોતામાં જેટલી ચાતુરી હતી તે સર્વ વાપરી ચુકી, પણ પત્થર ઉપર પાણી ઢોળવા માફક નિરર્થક થયું. અભયા ગુસ્સો કરી બોલી, સુદર્શન મારું કહેવું માન્ય કર. હું તુષ્ટમાન થઈ તો રાજ્ય બધું તારે આધિન છે અને રોષાયમાન થઈ તો આ તારું જીવિતવ્ય પણ નથી એમ નિશ્ચય રાખજે. પણ સાંભળે કોણ? આ પ્રમાણે આખી રાત્રિ સુદર્શનને મનાવતા ગઈ. આખર પ્રાતઃકાળ થતો જાણી પોતાનું કામ સિદ્ધ ન થયું અને હવે ઉલટો ફજેતો થશે એમ જાણી પોતાને હાથે પોતાના શરીર પર કેટલાંક જખમ કરી પોકાર કરી ઊઠી કે દોડો દોડો, કોઈ માણસ અંતઃપુરમાં પેઠો છે, અને મારી આબરુ લૂંટે છે. ખરેખર સ્ત્રીઓના પ્રપંચો યા ચરિત્રોનો પાર કોઈ પામતું નથી. ચોકીદારો દોડી આવ્યા અને કેટલીકવારે રાજા પણ આવ્યો. સુદર્શનને રાજાએ ઓળખ્યો. અભયાએ રાજાને જણાવ્યું કે ઓચિંતો આ માણસ મહેલમાં દાખલ થયો અને મારું શિયળ લૂંટતો હતો. મેં પોકાર કરી મારું રક્ષણ કર્યું છે. રાજા સુદર્શનને પૂછે છે, શેઠ! આમાં સત્ય શું છે તે જણાવ. મને તારા વચન ઉપર ભરોસો છે. શેઠે વિચાર કર્યો કે જો હું સત્ય કહીશ તો રાજા સ્ત્રીને મારી નાખશે, એમ જાણી શેઠ મૌન 436