________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ વ્યસનને આધીન હોવાથી બીડી, હોકોથી બંધકોશ મટે એવી માન્યતા છે શ્રી જેઠાલાલભાઈનો પ્રસંગ - પછી બીજે દિવસે રાત્રે આઠ વાગ્યાના સુમારે મને કૃપાળુશ્રીએ કહ્યું “તમે હોકો બીડી પીવો છો, તે શા માટે મૂકી દેતા નથી?” ત્યારે મેં કહ્યું કે ઝાડાની કબજીયાત રહેવાને કારણને લીધે હોકો બીડી પીઉં છું. પૂજ્યશ્રી–“તંબાકુનો પ્રચાર તો 200-400 વર્ષથી વિશેષ થયો છે. તે પહેલાંના લોકો, તંબાકુ, બીડી, હોકા સિવાય બંધકોશ વડે મરી જતા હશે!” કહ્યું ના સાહેબ. ત્યારે સાહેબજીએ મને કહ્યું : તમે વ્યસનને આધીન થઈ ગયા છો. પણ વ્યસન તમને આધીન છે. માટે તે બઘા બહાના છે. અને તે મૂકી દેશો તો મૂકી દેવાશે. લખનાર : આપની આજ્ઞા હોય તો બીડી પીવાનું રાખ્યું અને હોકો બંધ કરી દઉં. પૂજ્યશ્રી : “રૂપિયા ન રાખવા અને પરચુરણ બે આના પાવલીઓ રાખવી તે પણ સરખું જ થાય છે. આવા વચન સાંભળી મને વિચાર થયો કે પૂજ્યશ્રી કહે છે તે સત્ય જ છે. એમ જાણી તે માન્ય કરવાથી તેના પ્રત્યાખ્યાન સાહેબજીએ મહારાજ લલ્લુજીસ્વામી પાસે કરાવ્યા.” -પ્રેરક પ્રસંગો (પૃ.૨૭૨) 443