________________ આજ્ઞાભક્તિ આત્મકલ્યાણ માટે સાત વ્યસન ત્યાગવા જરૂરી શ્રી સોમચંદભાઈનો પ્રસંગ - તેઓશ્રીની નજીક જઈને સવિનય નમસ્કાર કરી હાથ જોડી મેં વિનંતી કરી. અને શ્રી પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે સાત વ્યસન જરૂર ત્યાગ કરવા જોઈએ, તેમાં ઉત્તમકુળને લીધે પાંચ તો સહેજે પળાય છે, પણ પરસ્ત્રી અને ચોરી એ બે વ્યસન ત્યાગવા કઠણ છે. ઉપયોગ રાખે જરૂર ત્યાગ થઈ શકે છે. પછી મારી ભૂલ મેં પરમકૃપાળુદેવ સમક્ષ નિવેદન કરી, ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે અમુક તારીખ થી અમુક માસ સુધી એકાસણા કરવા અને શ્રી પોપટભાઈ જણાવે તેમ વર્તવું. પછી હું શ્રી પરમકૃપાળુદેવને રડતાં ચક્ષુએ સાષ્ટાંગ નમસ્કાર કરી બહાર નીકળ્યો.” -શ્રીમદ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૧૨) પિતાની પુત્ર પ્રત્યેની લાગણી જોઈ વ્યસની પુત્રને પણ આવેલ ભાન પિતાપુત્રનું દ્રષ્ટાંત - “એક પિતાનો પુત્ર વ્યસની હોવાથી તેના ઘરનાં માણસો બહુ હેરાન હતા. છોકરો બગડતો બગડતો છેક બગડી ગયો. ગામના માણસોને પણ તે ત્રાસ આપવા લાગ્યો. લોકો તેનાથી બહુ નારાજ થયા. લોકોએ ભેગા મળી ઠરાવ કર્યો કે, “આ છોકરાને ગામ બહાર કાઢી મૂકવો. તેમાં તેના બાપની પણ સલાહ લીધી. બાપ પણ કંટાળી ગયો હતો, તેથી તેણે હા કહી. પછી બધાની સહીઓ લેવા માંડી. આખા ગામની સહીઓ લીધી. છેવટે તેના 444