________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ બાપની સહી લેવા ગયા, ત્યારે તે બહુ દિલગીર થયો. સહી કરતાં તેના હાથમાંથી 6 , કલમ ધ્રુજવા લાગી. તે પ્રથમ તો આનાકાની કરવા લાગ્યો, ત્યારે લોકોએ કહ્યું : નકામો આ મોહ શો? આવા દુષ્ટ છોકરાને ઘેર રાખીને તમારે ગામની આબરૂના કે કાંકરા કરાવવા છે?” બાપ રડતો રડતો બોલ્યો : “તે ગમે તેવો પણ મારો પુત્ર છે. જો કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય, માટે હું આપ લોકોની પાસે બે મહિનાની મુદત માગું છું. જો બે મહિનામાં તે નહિ સુઘરે તો હું સહી કરી આપીશ.” આ બઘો દેખાવ છોકરો જોઈ રહ્યો હતો. તેને એકદમ સદ્વિચાર આવ્યો, તેથી તરત જ પિતા પાસે આવીને તે તેમના પગમાં પડ્યો અને બોલ્યો : “પિતાજી! મારા જેવા દુષ્ટ પુત્રને માટે આપને આટલું દુઃખ? હું પ્રતિજ્ઞા કરું છું કે, આજથી સર્વ વ્યસનો છોડી દઈશ. હfor RTY અહા! મારે માટે ગામને દુઃખ? મારા જેવા પાપી લોકો આમ જ દુનિયામાં દુઃખ આપતા હશે? અહો! ક્યાં શાંતનુના પુત્ર ભીષ્મ અને દશરથના પુત્ર શ્રી રામ? તેઓએ પિતાને સુખ આપી જગતને સુખ આપ્યું. અને કંસ, દુર્યોધન તથા મારા જેવા કુપુત્રોએ સૌને દુઃખ આપ્યું. ઘન્ય છે 445