________________ આજ્ઞાભક્તિ તેઓને અને ધિક્કાર છે અમને!” ત્યાર પછી તેનો હૃદયપલટો થયો અને તે સુઘરી ગયો. બઘા વ્યસન મૂકી દીઘા. પિતાએ રાજી થઈ તેને આશીર્વાદ આપ્યા.” -શ્રી સુબોઘસાગરમાંથી વ્યસનોને ત્યાગે તો ઘર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થ સફળ થાય “વ્યસન ત્યાગ રૂપ નીક કરી લે સગુણ-જળને કાજેજી, ચારે પુરુષાર્થો સાથે જો સગુણ અંગ વિરાજેજી. વિનય અર્થ : વ્યસનોને ત્યાગવારૂપ નીક એટલે પાણી જવાનો રસ્તો કરી લે જેથી સદ્ગણરૂપી પાણી તારા અંદર પ્રવેશ પામે. જો સદ્ગણ તારા હૃદયમાં બિરાજમાન થાય તો તું ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સાધી શકીશ.” -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભા.૧ (પૃ.૪૨૫) 446