________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જુદા જુદા ત્રણ પ્રકારે ‘ભક્તિના વીસ દોહરા'ના અર્થ લખેલા છે, તે આ પ્રમાણે છે : શ્રી સદ્ગરુભક્તિરહસ્ય (ભક્તિના વીસ દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. 1 અર્થ - હે પ્રભુ! હે પરમાત્મસ્વરૂપ સત્પરુષ! મારાથી શું કહી શકાય એમ છે? આપના ગુણગ્રામનો પાર આવે તેમ નથી, અનંત છે; અને મારામાં તો અનંત દોષ ભરેલા છે એટલે કહેવા યોગ્ય નથી. અનંત કર્મના આવરણથી હું ઘેરાયો છું. દીન અનાથના આપ બેલી છો, દયાળુ છો, આધાર છો. તેથી મારા દોષ આપ પરમેશ્વરના આગળ જણાવી મારા દુઃખ રડું છું, આપને આશ્રયે આવ્યો છું. શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમ સ્વરૂપ. 2 અર્થ - આપને ઓળખવા માટે શુદ્ધ ભાવ જોઈએ તે મારામાં નથી. અને શુદ્ધ ભાવનો અભાવ હોય ત્યાં સુધી લક્ષ કે ભાવના તે શુદ્ધ ભાવની રહેવી જોઈએ; તે પણ મારામાં નથી. સર્વ ભાવ તારા અર્થે નથી એટલે મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ કૃત-ઘર્મે ઘરે મન દૃઢ ઘરે, જ્ઞાનાક્ષેપકવંત.” શુદ્ધ ભાવના વિરહમાં શુભ ભાવ-જે તારું સ્મરણ, કીર્તન, કથા, ચિંતવન તથા તારા બોઘમાં જ રમણતા, મીઠાશ, ઉલ્લાસ તે રહેતા નથી. તેમ છતાં મારી જેવી અનાથ, દીન સ્થિતિ છે તેનું સ્મરણ પણ રહેતું નથી. હું પામર અને તું પરમેશ્વર એવી લઘુતા પણ લક્ષમાં રહેતી નથી; હે પરમપુરુષ! મારી શી વાત કરું? નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દ્રઢ, ને પરમાદર નાહીં. 3 અર્થ :- હે પ્રભુ! પરમ ઉપકારી અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુની આજ્ઞા હૃદયમાં કોતરી રાખી નથી. જે જે બોઘ થાય છે, તે તે પ્રમાણે વર્તવાના ભાવરૂપ આજ્ઞા હૃદયમાં ચોંટાડી રાખી હોય તો વીર્ય જેટલું જેટલું પ્રગટે તેટલી તેટલી આજ્ઞા ઉઠાવી શકાય, પણ તેવો આજ્ઞાનો અપૂર્વભાવ અને એવી કોઈ ચોંટ થઈ નથી. આપનું ગમે તેવું વચન હશે તો પણ મને હિતકારી જ નીવડશે, આપ એકાંતે મારા આત્મહિતનો જ માર્ગ બતાવો છો એવો આપના ઉપર દ્રઢ વિશ્વાસ પણ મને પ્રગટ્યો નથી. 447