________________ આજ્ઞાભક્તિ અથવા આપ પરમાત્મસ્વરૂપ જ છો એવો દ્રઢ નિશ્ચય મને આવ્યો નથી અને પરમાત્મા પ્રત્યે જેવો આદર એટલે ઉત્કૃષ્ટ પૂજ્યભાવ રહેવો જોઈએ તેવો વિશ્વાસ અને અલૌકિક પૂજ્યભાવ મારામાં હજી નથી આવ્યો. પરમ આદર એટલે પરમ વિનયની ખામી છે. જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. 4 અર્થ - સર્વ કલ્યાણનું મૂળ જે સત્સંગ તેનો યોગ મને મળ્યો નથી અને તે સત્સંગને એક નિષ્ઠાથી, પરમ પ્રેમે ઉપાસવો તે સસેવા છે. તેવો જોગ કે યોગ્યતા પણ મારામાં નથી. તથા મન, વચન અને કાયાની એકાગ્રતાથી બાહ્યભાવ તજી પરમાત્મસ્વરૂપ સત્પરુષને ચરણે આત્મઅર્પણતા થઈ નથી, તથા સપુરુષ અને તેનાં વચનરૂપ સતશાસ્ત્રનો આશ્રય પણ પ્રાપ્ત થયો નથી અથવા મોક્ષમાર્ગસ્વરૂપ સ્વભાવનું અનુસંધાન તે અનુયોગ મેં ગ્રહણ કર્યો નથી. હું પામર શું કરી શકું?’ એવો નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. 5 અર્થ - મારામાં વિવેક પણ પ્રગટ્યો નથી એટલે પરભાવનો કર્તા હું છું. “મેં કર્યું, મારે કરવાનું બાકી છે” વગેરે અહંભાવ, મમત્વભાવને લીધે એમ નથી સમજાતું કે હાથ, પગ વગેરે શરીરનાં, પર છે તો હું શું કરી શકું એમ છું? મેં શું કર્યું છે. હું તો અહંકાર કર્યા કરું છું. મન, વચન, કાયાથી જે થાય છે તેનો સ્વામી હું બનું છું તે મિથ્યા છે અને હું તો જાણવા સિવાય કંઈ કરી શકતો નથી એવો વિવેક અને નિરહંકારતા, દીનતા મારામાં નથી પ્રગટ્યાં. જ્ઞાનીનો માર્ગ તે જ ચરણ છે. આચરણ છે. એ અંતર્મુખ થવાનો, સમાઈ જવાનો માર્ગ તેમાં ઠેઠ મરણ સુધી ટકી રહેવાનું બળ, ઘીરજ, સહનશીલતા, શુરવીરપણું મારામાં નથી. અચિંત્ય તુજ માહાત્મયનો, નથી પ્રભુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ-પ્રભાવ. 6 અર્થ - હે પ્રભુ, અનંત ચતુષ્ટય સ્વરૂપ તારું માહાભ્ય, મહત્તા તે પ્રત્યે ઉલ્લાસભાવ આવતો નથી, કારણ કે તે મતિનો વિષય નથી. એક પરમપ્રેમ આપના પ્રત્યે આવે તો મારું કામ થઈ જાય; પણ તે પ્રેમનો એક અંશ પણ મારામાં જણાતો નથી. હે ઉત્કૃષ્ટ પ્રભાવશાળી, સ્નેહ કરવા યોગ્ય સપુરુષ, તારા પ્રભાવ પ્રત્યે મને ભાવ ઊપજે એ પ્રકારે મારો સંસારભાવ ક્યારે ઘટશે? અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. 7 અર્થ - હે સ્થિર સ્વભાવરૂપ પરમાત્મા! ચારે ગતિમાં પરિભ્રમણ કરાવે તેવી પારા જેવી 448