________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
૩વજ્ઞાયા', ઉપાધ્યાય છે તે પણ સહજાત્મસ્વરૂપ છે. “નમો સ્ત્રો, સવ્વસાહૂ', સાઘુ છે તે પણ સહજાત્મસ્વરૂપ છે. આ બધામાં પૂજવા યોગ્ય વસ્તુ
સહજાત્મસ્વરૂપ છે અને પાંચ પરમેષ્ઠી પરમગુરુ છે. કૃપાળુદેવે આપણને ટૂંકામાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુમાં બધું કહી દીધું છે.” -બો.૧ (પૃ.૫૨૩)
દાણાની જેમ સ્મરણમંત્ર મળ્યો તો તેમાં દિનોદિન વૃદ્ધિ કરી આત્મહિત કરવું
વિચક્ષણ વહુનું દ્રષ્ટાંત – “એક શેઠ વૃદ્ધ થયા. તેથી તેમણે વિચાર્યું કે હવે આ ઘરનું કારોબાર કોને અને કેવી રીતે સોંપવું. તેની પરીક્ષા કરવા માટે પોતાના સગાવહાલાને એક દિવસ બોલાવી જમાડીને તેમની સામે પોતાની ચારે છોકરાઓની વહુઓને બોલાવી દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા.
Unth
તેમાં સહુથી મોટી હતી તેણે વિચાર્યું કે સાઠે બુદ્ધિ નાઠી લાગે છે. તેથી સસરાએ બઘાની વચ્ચે કંઈ દાગીના કે કીમતી ચીજ આપવાને બદલે આવા દાણા આપ્યા એમ વિચારી તેણે તે ફેંકી દીઘા. બીજીએ વિચાર્યું કે દાણા તો ખાવા માટે હોય એમ વિચારી પ્રસાદરૂપે જાણી તેના છોડાં ઉખેડીને ખાઈ ગઈ. ત્રીજીએ વિચાર્યું કે સસરાજીએ દાણા આપ્યા છે તે કંઈ કારણસર હશે નકામા તો નહીં હોય. માટે કોઈવાર કામે લાગશે એમ વિચારી ડાબલીમાં સાચવીને સંઘરી રાખ્યા. ચોથી વહુ જે સહુથી નાની હતી તે બહુ વિચક્ષણ હતી તેણે એ પાંચ દાણાને પોતાના પિયરે મોકલી
૨૨૬