________________
‘સ્વધર્મ સંચય નાહીં’.....
વવરાવ્યા. નવા દાણા થયા તેનાથી બીજે વર્ષે ફરી ખેતી કરાવી. એમ પાંચ વર્ષ કરાવ્યું. તેથી ઘણાં ગાડાં ભરાય એટલી ડાંગર થઈ. પાંચ વર્ષ પછી શેઠે ફરીથી બધાની વચ્ચે ચાર વહુઓને બોલાવી તે દાણાનું શું કર્યું? એમ પૂછ્યું. બે જણીએ પોતાની વીતેલી વાત કહી કે હું ખાઈ ગઈ અને ફેંકી દીધા. ત્રીજીએ પોતે સંઘરેલા દાણા લાવીને બતાવ્યા અને ચોથી વહુએ કહ્યું કે તે દાણા લાવવા માટે તો ઘણા ગાડાં જોઈશે.
પછી તે મુજબ પોતાના પિયરથી અનેક ગાડાં ભરીને દાણા મંગાવ્યા આથી શેઠે વિચારીને તેને ઘરની માલકણ કરીને તિજોરી સોંપી. જેણે દાણા સાચવી રાખ્યા હતા તેને ઘરની બીજી દેખરેખ રાખવાનું કામ સોંપ્યું. જે ખાઈ ગઈ હતી તેને રસોડાનું કામ સોંપ્યું. અને જેણે દાણા ફેંકી દીધા હતા તેને ઘર સાફસૂફ અને કચરો બહાર ફેંકવાનું કામ સોંપ્યું. આ વાત પરથી આપણે આ સમજવાનું છે કે સત્પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય કે સ્મરણમંત્ર મળ્યો હોય તો તેને વિસારી ન દેતાં જેટલો બને તેટલો પુરુષાર્થ કરી દિનોદિન તેમાં વૃદ્ધિ કરવી. તો સ્વઆત્મધર્મનો જીવને સાક્ષાત્ અનુભવ થાય.” (નિત્ય.પાઠ પૃ.૧૪)
જે કંઈ કરું તે આત્માર્થે એટલે સ્વધર્મ પ્રાપ્તિ માટે કરું
“પૂજ્યશ્રી—કરવાનું છે આત્માના હિત માટે. પ્રભુશ્રીજી કહેતા કે જે કંઈ કરવું તે આત્માર્થે.
૨૨૭