________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
૯ કી પહોંચે તે વખતે પણ સાહેબજી ગાથાઓની ધૂન બોલતા જ હોય, પણ તે સ્વર
કિંઈ મોટા ઘાંટાથી કે વધુ અવાજથી બોલતા હોય તેમ જણાતું નહોતું. પણ
સાહેબજીના વચન અતિશય યોગે દૂરથી પણ તે ચોક્કસ સાંભળી શકાતું હતું. સાહેબજી જે ગાથાઓ બોલતા હતા તે ગાથાઓ શ્રીમાન આનંદઘનજી મહારાજ વગેરેની હતી.”
-શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૮૮) “અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ;
કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ.” ૭ અર્થ :-“તારા અચળરૂપમાં મારું મન લાગતું નથી. તારા પર મને આસક્તિ નથી. મને સદ્ગુરુના વિયોગનો પરિતાપ થતો નથી. અને તેનો ખેદ પણ થતો નથી. તારા પ્રેમની મને કથા પણ લભ્ય થતી નથી. અને પાછો તેનો ખેદ અથવા પરિતાપ પણ થતો નથી.” પૂ.શ્રી.બ્ર.જી. (પૃ.૧૪૭)
પ.પૂ.પ્રભુશ્રીજીને વિરહથી થયેલો ખેદ અને પરિતાપ પ.પૂ.પ્રભુશ્રીજીના વિરહનું દ્રષ્ટાંત -“એક વખત પ્રભુશ્રીજીનું ચોમાસું ખંભાતમાં હતું. ત્યારે પરમકૃપાળુદેવ ખંભાતથી ત્રણ ગાઉ દૂર રાળજ ગામમાં બિરાજતા હતા. બઘાં મુમુક્ષુઓ ત્યાં જઈને દર્શન કરતા અને વખાણતા. પ્રભુશ્રીજીને પણ દર્શન કરવાની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ. પણ ચોમાસામાં તો મુનિઓને બહાર ન જવાય. એથી કરીને તેઓ મનમાં બહુ મૂંઝાતા હતા. એક દિવસે ચાલતાં ચાલતાં પરમકૃપાળુદેવ જે ગામમાં હતા તે રાળજ ગામની બહાર તલાવડી પાસે આવીને ઊભા રહ્યાં. પછી કોઈ સાથે કહેવડાવ્યું કે અંબાલાલભાઈને કહેજો કે પેલા મુનિ આવેલા છે. અંબાલાલભાઈને કોઈએ કહ્યું એટલે ગામ બહાર આવ્યા અને પૂછ્યું તમે આજ્ઞા વગર કેમ આવી ગયા? ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આજ્ઞા માટે જ અહીં ઊભો છું. પછીથી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ પાસે જઈને બધી હકીકત કહી.
પરમકૃપાળુદેવે ખબર મોકલી કે “તમને અમારા દર્શન કર્યા વિના જો શાંતિ થતી હોય તો પાછા ચાલ્યા જાઓ અને ના થતી હોય તો હું ત્યાં આવું.” પ્રભુશ્રીજીએ વિચાર્યું કે ભલે દર્શન ન થાય પણ મારે પરમકૃપાળુદેવને અહીં આવવાનું કષ્ટ તો આપવું નથી. એમ વિચારી પાછા ચાલ્યા ગયા. જતાં જતાં બહુ ખેદ થયો કે મારા કેવા અંતરાયકર્મો છે કે બઘાને પરમકૃપાળુદેવના દર્શન થાય છે અને મને નથી થતા. પરમકૃપાળુદેવે બધું જાણી બીજે દિવસે શ્રી સોભાગભાઈને ત્યાં મોકલ્યા. શ્રી સોભાગભાઈને જોઈને પ્રભુશ્રીજીને બહુ હર્ષ થયો. શ્રી સોભાગભાઈએ કહ્યું કે તમને બહુ ખેદ થાય છે એટલે મને મોકલ્યો છે. હવે આ મંત્ર “સહજાત્મસ્વરૂપ પરમગુરુનું સ્મરણ કરજો. પ્રભુશ્રીજીને મંત્ર મળ્યા પછી શાંતિ થઈ. આવો વિરહનો ખેદ થાય ત્યારે સદ્ગુરુના અચળરૂપમાં આસક્તિ થાય.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૭)
૧૪૨