________________
‘અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ’.....
‘અચળરૂપ આસક્તિ નહિ'.....
આપના અચળ સહજાત્મસ્વરૂપનું મને હંમેશાં નિરંતર ધ્યાન રહેવું જોઈએ, પણ મને તેનો અભ્યાસ નથી. તો તારા અચળ સ્વરૂપ પ્રત્યે મને કેવી રીતે આસક્તિ થાય.
પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે :
“જેને સદ્ગુરુ ચરણસુ રાગ, તેના જાણો મોટાભાગ; જેને સદ્ગુરુ ચરણસુ પ્યાર, તેનો જાણો અલ્પ સંસાર.”
‘શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી –
ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે
“તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ?’’ (વ.પૃ.૨૯૫)
સતીનું મન પતિમાં, તેમ ભક્તનું મન ભગવાનમાં રમવું જોઈએ
“ મન મહિલાનું રે વહાલા ઉપરે,બીજા કામ કરંત,’ એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સત્પુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વે તીર્થંકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે.’” (વ.પૃ.૩૪૨) ‘અચળરૂપ આસક્તિ નહિ'.....
૧૪૩
રાગીના સંગથી સંસાર અને નીરાગીના સંગથી મોક્ષ શ્રી નેમિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી જણાવે છે –
“રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારોજી; નીરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારો જી. નેમિ જિણેસર નિજ કારણ કર્યું.”
અર્થ :– સંસારમાં રહેલા અજ્ઞાની જીવો રાગદ્વેષથી યુક્ત છે. એવા જીવોના સંગથી રાગદશાની જ વૃદ્ધિ થાય છે. અને તેનું ફળ પણ સંસારવૃદ્ધિ આવે છે. જ્યારે નિરાગી એવા વીતરાગ પરમાત્મા સાથે રાગનું જોડાણ કરવું અર્થાત્ પ્રેમભક્તિ વધારવી તે સંસાર સમુદ્રથી પાર ઉતારનાર સાચો માર્ગ છે. કેમકે પ્રભુ સામો રાગ કરતા નથી, તેથી અનુક્રમે આપણો પણ રાગ નાશ પામે છે.’’ ૪|| -ચૈત્યવંદન ચોવીશી ભા.૧ (અર્થસહિત) (પૃ.૨૯૭)