________________
‘ન મળે પરમ પ્રભાવ’.....
ભૂલ નીકળી. તેથી મને ચમત્કાર લાગ્યો કે આ છોકરો મહા ઉત્તમ પુરુષ જણાય છે, તેથી હું તેમના પૂજ્ય પિતાશ્રી રવજીભાઈ પાસે ગયો અને સઘળી હકીકત વિદિત કરી જણાવ્યું કે તમારા છોકરાને હું શું ભણાવું? જે જે કહું છું તે સઘળું કહે છે કે મને આવડે છે, ચોપડીના પાઠ વંચાવ્યા તો તે મુખપાઠ થઈ ગયા. માટે મને તો એમ જ ખાતરી થઈ છે કે આ છોકરો દેવપુરુષ હોય એમ જણાય છે વગેરે જણાવ્યું હતું.’
શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૯)
(શ્રી પોપટભાઈ મનજીભાઈ વવાણિયાના પ્રસંગમાંથી)
બાળવયમાં ધર્મસંબંધી માર્મિક વ્યાખ્યાન
શ્રી પોપટભાઈનો પ્રસંગ :–“એક વખતે મણીભાઈ જશભાઈ શ્રી વડોદરા સ્ટેટના સર ન્યાયાધીશ હતા તે સાહેબજી પાસે આવ્યા હતા. કચ્છ દેશ તરફ પધારવા માટે ઘણા આગ્રહપૂર્વક સાહેબજીને વિનંતી કરી, જેથી સાહેબજી કચ્છ તરફ તેમની સાથે પધાર્યા હતા. ત્યાં સાહેબજીએ ઘણા લોકો મધ્યે ધર્મસંબંધી વ્યાખ્યા કરી ભાષણ આપ્યું હતું. જેથી કચ્છના લોકો ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ છોકરો બાળવયમાં કેવું અદ્ભુત જ્ઞાન ધરાવે છે તો તે આગળ પર મહાપ્રતાપી તેમજ યશવાન નીવડશે.’’ -શ્રીમદ્ રાજચદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૧)
પરમકૃપાળુદેવની જ્ઞાનશક્તિ
શ્રી વીરજી દેસાઈનો પ્રસંગ :–વવાણિયામાં એક વીરજી દેસાઈ નામે વ્યક્તિ હતાં. એકવાર પરમકૃપાળુદેવ સાથે તેઓ ફરવા જતા હતા. ત્યારે શ્રીમદે પૂછ્યું : વી૨જીકાકા! મારા કાકીને કંઈ થાય તો તમે બીજીવાર પરણો ખરા ? વીરજીભાઈએ કાંઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસ થયા અને વીરજી દેસાઈના પત્ની ગુજરી ગયા. બીજીવાર ફરી વીરજી દેસાઈ સાથે પરમકૃપાળુદેવને ફરવા જવાનો યોગ બન્યો ત્યારે ફરી તે વાત ઉપાડી શ્રીમદે કહ્યું : વી૨જીકાકા! હવે ફરી પરણશો ? ત્યારે તેઓ બોલ્યા નહીં પણ મોઢું મલક્યું. તેથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે છ મહિના સુધી પરણશો નહીં.
છ મહિના થયા કે શ્રાવણ વદ ૬ની રાત્રે ઉપાશ્રયથી ઘરે આવતાં ખાળમાંથી સર્પ નીકળ્યો અને વીરજીભાઈને કરડ્યો. ઝેર ઉતારવાની ઘણી મહેનત કરી; તે વખતે વીરજીભાઈએ કહ્યું : મારો ચોવિહાર ભંગાવશો નહીં; મને કહેનારે કહી દીધું છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર જીવનદર્શન (પૃ.૬૦)
(શ્રી મોતીલાલ ભાવસાર નડિયાદના પ્રસંગમાંથી)
૧૪૧
પરમકૃપાળુદેવના વચન, અતિશયયોગે દૂરથી સંભળાતા હતા
શ્રી મોતીલાલભાઈનો પ્રસંગ :–“સાહેબજીનું શરીર બહુ નાજુક હતું પરંતુ આત્મબળનું સામર્થ્ય અત્યંત હતું. હું નડિયાદથી સાહેબજી પાસે આવતો ત્યારે લગભગ પાંચ ખેતરવા દૂર હોઉં ત્યાંથી પણ સાહેબજીની ગાથાઓનો સ્વર સાંભળી શકતો હતો. જ્યારે હું સાહેબજીની પાસે જઈ