________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ દીન અનાથના સહાય કરનાર બાંઘવ છો. અને હું પાપી પરમ દીન અનાથ છું. તેથી હે પ્રભુશ્રી ! બોઘ દાન રૂપી હાથ લંબાવી મારો ઉદ્ધાર કરો. મારો હાથ પકડી દુર્ગતિમાં જતો અટકાવો, મને સન્માર્ગે દોરો. અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. 15 અર્થ - હે પ્રભુ! મારા અનંત દોષોમાંના મુખ્ય ત્રણ દોષો અનંત કાળથી પરિભ્રમણ કરાવનારા છે. 1. ભગવંતનું સ્વરૂપ મેં જાણ્યું નહીં, 2. તે સ્વરૂપનો નિરંતર લક્ષ જેમને છે એવા સપુરુષ કે આત્મજ્ઞાની ગુરુની સેવા કરી નહીં અને 3. અભિમાનનો ત્યાગ કર્યો નહીં; “હું સમજુ છું' એવી ભૂલમાં રહ્યો. સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. 16 અર્થ - એ ત્રણ દોષોમાં મુખ્ય દોષ એ છે કે સંત એટલે સદગુરુની ઓળખાણ કરાવનાર સપુરુષ, તેમની આજ્ઞાએ કોઈ આચરણ ન થયું. કારણ કે એ સત્પરુષનો આશ્રય છોડીને સ્વચ્છેદે મેં અનેક યમ, નિયમ, સંયમ આદિ સાઘનો કર્યા. તેથી સંસારનો પાર આવ્યો નહીં. અને એ વિપરીત પુરુષાર્થથી આ સંસારમાર્ગ છે અને આ મોક્ષમાર્ગ છે એવો અલ્પ પણ વિવેક પ્રાપ્ત થયો નહીં સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય. 17 અર્થ - એ રીતે સ્વચ્છેદે પ્રવર્તવાથી કે કુગુરુની આજ્ઞાએ પ્રવર્તવાથી સર્વ પુરુષાર્થ માત્ર કર્મબંઘનનું કારણ થયો. અનાદિકાળના પરિભ્રમણમાં મેં કોઈ ઉપાય કરવો અઘૂરો રાખ્યો નહીં પણ અજ્ઞાન ભૂમિકામાં માત્ર કર્મબંઘની પ્રવૃત્તિ થઈ. જ્યાં સુધી સત્સાઘન એટલે સત્પરુષની આજ્ઞાએ કોઈ સાધન નથી થયું ત્યાં સુધી બંઘન કેમ ટળે? પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? 18 અર્થ - તો હવે સત્ સાઘન કેવા પ્રકારના હોય તે વિષે કહે છે કે જ્યારે જીવને પ્રભુ, પ્રભુ કે તુંહિ તૃહિની ધૂન લાગશે, સદ્ગુરુના ચરણે જઈને પડશે, અને પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જો દેખશે ત્યારે તરવાનું સાઘન પ્રાપ્ત થશે. અને એ ત્રણેમાંથી કોઈ સાઘન મને પ્રાપ્ત થયું નથી. પ્રભુપદ પ્રત્યે અનન્ય પ્રેમ જાગ્યો નથી. સદ્ગુરુને શરણે ગયો નથી; બીજાના અલ્પ દોષો પણ 451