________________ આજ્ઞાભક્તિ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી. 11 અર્થ - હે પ્રભુ, તારી સમીપતામાં કર્મનું જોર ચાલતું નથી. પણ તારા વિયોગમાં હું પરવશ બની પીડાઉ છું, છતાં તારો વિયોગ મને સાંભર્યા કરતો નથી; કારણ કે આત્માથી ભિન્ન એવાં વચનની પ્રવૃત્તિમાં હું તને વિસરી જઉં છું. તથા આંખ વડે સ્ત્રી આદિ પદાર્થોમાં મોહ પામી પાપ પ્રવૃત્તિમાં ફસાઉ છું. તેનો સંયમ બે રીતે થાય. એક તો વચનને તારા ગુણગ્રામ ગાવામાં, ભક્તિ ભજનમાં વપરાય અને નેત્રોને તારાં દર્શન કરવામાં કે શાસ્ત્ર આદિ શુભનિમિત્તોમાં પ્રવર્તાવી પાપ બંધનનાં કારણને સવળા કરી આત્મહિતમાં વાળવાનું તથી કે નેત્રાદિ ઇન્દ્રિયોનાં વિષયોમાં રાગ, દ્વેષ, મોહ ન કરવાથી સંયમ થાય. અસત્સંગથી હું રઝળું છું તેમજ ગૃહાદિ પ્રત્યે મમતા રાખીને જન્મ મરણ ભોગવું છું તો પણ તે પ્રત્યે વૈરાગ્ય કે ઉદાસીનતા ન આવી. અહંભાવથી રહિત નહિ, સ્વઘર્મ સંયચ નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. 12 અર્થ - હું રાજા, હું રંક, હું સ્ત્રી, હું પુરુષ, હું જુવાન, હું બાળક, હું બ્રાહ્મણ આદિ સર્વ અવસ્થાઓ કર્મથી થાય છે; તેમાં આત્મબુદ્ધિ થાય છે તે વિપરીત બુદ્ધિ મારી ટળી નથી. આત્મઘર્મ-વીતરાગતા, નિર્વિકારતા, શુદ્ધ ચૈતન્ય, જ્ઞાતા-દ્રષ્ટાપણું વગેરે આત્મઘર્મ શાશ્વત સ્વભાવનો આવિર્ભાવ થયો નથી. અન્ય ઘર્મ જે સંયોગી સ્વભાવ, નાશવંતપણું, શબ્દ, શરીર, રોગ, પાપ, પુણ્ય વગેરે પરપદાર્થો અને તેને લઈને વિષય વિકાર, લોભ, હર્ષ, શોક, મોહ આદિ વિભાવ બઘા પર ઘર્મ છે, તેની નિવૃત્તિ આત્માર્થે મારાથી થઈ નથી. ઘર્મ, તપ આદિ પુણ્ય ક્રિયા પણ કંઈને કંઈ મતિકલ્પનાથી થયેલા મલિનભાવે કરી છે. જે નિર્જરાથી આત્મા નિર્મળ થાય છે તેવી નિર્જરારૂપ પરઘર્મની નિવૃત્તિ મારાથી થઈ નથી. એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું? 13 અર્થ - એ રીતે અનંત પ્રકારે હું કોઈ સાઘન પામ્યો નથી. એક સમ્યત્વરૂપ સગુણ પણ પામ્યો નથી. તો હે પ્રભુ! હું તારી સમક્ષ કેવી રીતે આવી શકું? કારણ કે કરવા યોગ્ય આ ભવમાં મેં કંઈ કર્યું નથી. કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. 14 અર્થ - તોપણ હે પ્રભુ! આપ પરમ કૃપાળુ કરુણાની મૂર્તિ જ જાણે છો. તેથી મારા જેવા 450