________________ આજ્ઞાભક્તિ દેખવાનો અભ્યાસ પડી ગયો છે પરંતુ મારી આભ જેવડી ભૂલો પણ મારી નજરે ચઢતી નથી; તો હે પ્રભુ! હવે કેવા ઉપાયથી હું તરી શકીશ? અમાઘમ અથિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય? 19 અર્થ - જ્યાં સુધી મારામાં માને છે એટલે હું અમુક કરતાં તો સારો છું એમ મનમાં રહે છે ત્યાં સુધી સારો બનવાનો પુરુષાર્થ મારાથી થઈ શકશે નહીં. સારો દેખાવા માટે હું કરું છું તેટલો પુરુષાર્થ સારો થવા માટે કરતો નથી. પણ જ્યારે અઘમમાં અઘમ હું છું એમ લાગશે ત્યારે હું તે અઘમતા દૂર કરી ઉત્તમ પદ પામવા પુરુષાર્થ કરીશ. “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત” એમ પરમકૃપાળદેવે કહેલું છે. તે માન મુકાશે ત્યારે સર્વ જીવ પ્રત્યે પોતાનું દાસત્વ મનાશે અને સર્વ જીવને ખમાવીને પોતાના દોષો જીવ જોશે તો તે દોષો દૂર કરવા પુરુષાર્થ જાગ્રત થશે. “હું કંઈ નથી જાણતો એવો વૃઢ નિશ્ચય કરી સત્પરુષને શરણે જવાથી જીવને સપુરુષાર્થની દિશા સમજાય છે. તે વિના ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ તે સત્સાઘન થનાર નથી. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દેજ. 20 અર્થ - હે પ્રભુ! આવી મારી અઘમ દશા હોવાથી હું તારા ચરણકમળમાં વારંવાર નમસ્કાર કરીને ફરી ફરી એ જ માગણી કરું છું કે તારા સ્વરૂપનું મને ભાન પ્રગટે, સદ્ગુરુનું ઓળખાણ થાય અને સદ્ગુરુ તથા સંતની સેવા મને પ્રાપ્ત થાય આ ત્રણ કલ્યાણનાં કારણ મને અચળરૂપે આપ. ટૂંકામાં મને સત્સંગ, પરમસત્સંગ અને અસંગપણું પ્રાપ્ત થાઓ એટલે હું આપના ચરણકમળમાં વારંવાર નમસ્કાર કરીને માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સં.૧૯૯૦ પોષ વદ 8, મંગળવાર 1934 (પૂ.શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી નં.૯ (પૃ.૧૫૨)માંથી ઉતારેલ છે.) 452