________________
જિનેશ્વરની વાણી'નું વિવેચન
ચતુરાઈવાળી. દોષ બતાવે છે જેનામાં હોય તે જ જાણે કે મને કહે છે. બીજાને સામાન્ય વાત કહે છે એમ લાગે. કષાયી માણસની વાણી હોય તેમાં તો બીજાને એમ થાય કે “આને કહે છે, આને કહે છે', એમ પારકો મર્મ પ્રગટ કરે. (૨૧) ઘર્મ-અર્થ પ્રતિબદ્ધ. નાની વાતો હોય તો પણ તેમાંથી આત્માર્થનો સાર નીકળે. (૨૨) દીપ સમાન પ્રકાશ સહિત. દીવાથી જેમ પદાર્થ જણાય તેમ ભગવાનની વાણીથી લોકાલોક જણાય. (૨૩) પરનિંદા અને પોતાનાં વખાણ વગરની. માનકષાય અને ક્રોઘ હોય તો જ પોતાના વખાણ વગરની. માનકષાય અને ક્રોઘ હોય તો જ પોતાનાં વખાણ વગરની. માનકષાય અને ક્રોઘ હોય તો જ પોતાનાં વખાણ અને પરનિંદા થાય. નિષ્કષાયી વાણી. (૨૪) કર્તા, કર્મ, ક્રિયા વગેરેના સંબંધવાળી. (૨૫) આશ્ચર્યકારી. અપૂર્વ વાણી. આગળ આવું સાંભળ્યું નથી એમ લાગે. (૨૬) વક્તા સર્વગુણસંપન્ન છે, બહુ જાણે છે એમ લાગે. થોડું કહે પણ પ્રભાવ પડે કે એમનામાં કંઈ ખામી નથી. (૨૭) ધૈર્યવાળી. ક્યારે મોક્ષ થશે? એમ અધીરાઈ ન થાય. (૨૮) વિલંબરહિત. થોડું બોલે, પછી ન બોલે એમ નહીં. એકઘારું બોલે. (૨૯) ભ્રાંતિરહિત. સંદેહ ઉત્પન્ન ન થાય. પોતાની ભ્રાંતિ ગઈ છે તેથી સાંભળનારને પણ ભ્રાંતિ ન થાય, શ્રદ્ધા થાય. (૩૦) સર્વ જીવ પોતાની ભાષામાં સમજે એવી. જુદી ભાષામાં બોલનારનું ન સમજાય, પરંતુ ભગવાનની ભાષા સૌ પોતપોતાની ભાષામાં સમજે અને સૌના સંશય છેદાય. (૩૧) શિષ્ટબુદ્ધિ ઉપજાવે તેવી. શિષ્ટ એટલે ઉત્તમ પુરુષ જેવી બુદ્ધિ ઉપજાવે. (૩૨) પદના અર્થને અનેક રીતે આરોપણ કરી બોલે તેવી. એક શબ્દમાંથી અનેક અર્થ નીકળે. (૩૩) સાહસિકપણે બોલે એવી. સાંભળીને શૂરવીરપણું ઊપજે. સાંભળીને દીક્ષા લેવાના ભાવ થાય. (૩૪) પુનરુક્તિ દોષ વગરની. એની એ વાત ફરી કહે તો કંટાળો આવે તેથી ફરી કહેવું પડે તોપણ બીજી રીતે કહે. (૩૫) સાંભળનારને ખેદ ન થાય એવી. એના દોષ કહે તોપણ ખોટું ન લાગે, પણ એમ લાગે કે મારા ભલા માટે કહે છે.”
-મોક્ષમાળા વિવેચન (પૃ.૨૩૮) (મનહર છંદ). “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી,
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; અર્થ - ભગવાનની વાણી, અનંત અનંત ભાવ અને ભેદ એટલે પ્રકારોથી ભરેલી છે. તે વાણી સર્વ જીવોનું ભલું કરનાર હોવાથી ભલી છે. વળી અનંત અનંત નય, નિક્ષેપ સહિત જેનું વ્યાખ્યાન કરવામાં આવેલું છે. માટે અનંત પદાર્થના અનંત સ્વરૂપને અનંત પ્રકારે કહેનારી એવી ભગવાનની સ્યાદ્વાદયુક્ત વાણી છે. તેમાં જગતમાં રહેલા સર્વ જીવ અજીવ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ તથા જ્ઞાનના ભેદો અને મોક્ષપ્રાપ્તિના જીવોની યોગ્યતાનુસાર પુરુષાર્થ કરવાના ઉપાયો વગેરે સર્વનું વર્ણન કરવામાં આવેલું છે.
૧
૩