________________
આજ્ઞાભક્તિ
જિનેશ્વરની વાણી
(વિવેચન સહિત)
અર્થ - જિન એટલે રાગદ્વેષ, અજ્ઞાનને જેણે જીત્યા તે જિન સમ્યક્રુષ્ટિ. તે સમ્યફષ્ટિમાં પણ સૌથી મોટા તે દેહઘારી પરમાત્મા ભગવાન જિનેશ્વર. તેમની વાણી એટલે વચનામૃત અથવા શબ્દબ્રહ્મ. તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે –
સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.” (પૃ.૨૪૬) એવી જિનેશ્વર ભગવાનની વાણી છે. નિત્યનિયમાદિ પાઠ' માંથી -
ભાવાર્થ :–“શ્રી મોક્ષમાળાના ૧૦૭માં પાઠરૂપે આ જિનેશ્વરની વાણી તે મંગળાચરણ છે. તેમાં ભગવાનની વાણીની અપૂર્વતા શ્રીમદ્ રાજચંદ્ર પ્રગટ કરી છે.” -નિ.પાઠ (પૃ.૧૪)
તેનો ભાવ “મોક્ષમાળા વિવેચન પાઠ-૧૦૭” માં પૂ.શ્રી બ્રહ્મચારીજીએ વિસ્તારથી સમજાવેલ છે તે નીચે પ્રમાણે છે :“મોક્ષમાળા વિવેચન'માંથી :
તીર્થકર ભગવાનના ચાર અતિશય કહેવાય છે – (૧) અપાયઅપગમ એટલે ઉપદ્રવનો નાશ, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજા-અતિશય અને (૪) વચન-અતિશય. કેવલી કરતાં તીર્થકરને વચનાતિશય હોય છે. તેથી તેમની વાણી પાંત્રીશ ગુણયુક્ત શાસ્ત્રમાં કહી છે. તે ગુણો આ પ્રમાણે છે -
(૧) સર્વ ઠેકાણે સમજાય તેવી. (૨) યોજનપ્રમાણ સંભળાય તેવી. (૩) પ્રૌઢ. બોલનાર મહત્ત્વની વાત કરે છે એમ ભાસે. (૪) મેઘ જેવી ગંભીર. (૫) શબ્દ વડે સ્પષ્ટ. ચોખ્ખા અક્ષર સમજાય. (૬) સંતોષકારક. થોડું છેલ્લે સાંભળે તોય કૃતજ્ય માને કે આટલું સાંભળવાનું તો મળ્યું. (૭) દરેક એમ જાણે કે મને જ કહે છે એવી. (૮) પુષ્ટ અર્થવાળી. નકામું ન બોલે. બાળકને કહે તોપણ આશયયુક્ત હોય અને વિદ્વાન પણ આનંદ પામે. (૯) પૂર્વાપર વિરોઘરહિત (૧૦) મહાપુરુષને છાજે એવી. તીર્થકર જ આવું તો બોલી શકે એમ લાગે. (૧૧) સંદેહ વગરની. શું કહ્યું? આમ કહ્યું કે આમ? એવી શંકા ન થાય. (૧૨) દૂષણરહિત અર્થવાળી. ભાષા સંબંધી દોષ, વ્યાકરણ સંબંધી દોષ કે ગ્રામ્યતારૂપ દોષ ન આવે. (૧૩) કઠણ વિષયને સહેલા કરનારી. તત્ત્વની વાત પણ સહેલી લાગે, “આત્મસિદ્ધિ ની જેમ. (૧૪) જ્યાં જેવું શોભે તેવું બોલાય એવી. રાજા બોલે તે રાજા જેવું, દાસી બોલે તે દાસી જેવું. (૧૫) છ દ્રવ્ય, નવતત્ત્વના જ્ઞાનને પુષ્ટ કરે તેવી. (૧૬) પ્રયોજન સહિત. “સમજ્યા?” શું? પછી’ એવા નિરર્થક શબ્દોથી રહિત. (૧૭) પદરચના સહિત. કોઈ પદ અધૂરું નહીં, રચનામાં ભૂલ નહીં. ૧૮) છ દ્રવ્ય અને નવ તત્ત્વની પટુતા સહિત. દરેક વાતમાં એ વણાતા આવે. (૧૯) મધુર વાણી. (૨૦) પારકો મર્મ જણાઈ ન આવે એવી
૧૨