________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન
ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે.” (વ.પૃ.૨૨૪)
ક્ષણવારનો પણ પુરુષનો સમાગમ અદ્ભુત ફળ આપે નારદજીનું દૃષ્ટાંત - “એક વખત નારદજીએ ભગવાનને “સત્સંગનું માહાસ્ય શું?— એમ પ્રશ્ન કર્યો. નારદજીને ભગવાને કહ્યું –અમુક વડ ઉપર એક કાચીંડાનું બચ્ચું હાલ જખ્યું છે તેને જઈને પૂછો. ભગવાનની આજ્ઞા થઈ, તેથી ત્યાં જઈને તેમણે પૂછ્યું કે તે તરફડીને મરી ગયું.
એટલે ભગવાન પાસે આવી બધી હકીકત કહી સંભળાવી. ભગવાને ફરી બીજા ઝાડના એક માળામાં પોપટ નું બચ્યું છે તેને પૂછવા મોકલ્યા; તો ત્યાં પણ જઈ સત્સંગનું માહાસ્ય પૂછ્યું કે તેણે દેહનો ગજર, ત્યાગ કર્યો.
૯૪