________________
જોગ નથી સત્સંગનો'.....
સત્સંગ જેવું કોઈ હિતસ્વી સાધના
આ જગતમાં અમે જોયું નથી, સાંભળ્યું નથી “પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ઘરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.” (વ.પૃ.૨૮૭)
સત્સંગમાં જ્ઞાનીના વચનબળ કામનું સામર્થ્ય નાશ કરી શકાય “સત્સંગ છે તે કામ બાળવાનો ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૧૩)
અસંગ એવું આત્મસ્વરૂપ તે સત્સંગથી સુલભપણે જણાય. અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી.” (વ.પૃ.૪૯૧) (શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ કાવિઠાના પ્રસંગમાંથી)
પરમકૃપાળુદેવના પ્રતાપે ક્રોઘ પ્રકૃતિમાં સાવ પલટો. શ્રી વ્રજભાઈનો પ્રસંગ - “પહેલાં મને એટલો બધો ક્રોઘ કષાય વર્તતો હતો કે સહજ સહજ બાબતમાં પણ હું તપી જતો; અને ક્રોઘાતુર થઈ દરેકની સાથે તકરારો કરતો. જેથી તે સમયમાં લોકોમાં મારી એવી છાપ પડી ગઈ હતી કે આ માણસને છંછેડવા જેવો નથી. તે કારણે સઘળા લોકો મારાથી દૂર રહેતા હતા. ત્યારપછી સાહેબજીના સમાગમમાં આવ્યા બાદ તેમની કૃપાએ તે કષાય સહેજે મોળો પડ્યો અને એવો સરળભાવ વર્તે છે કે કોઈ મારું ગમે તેટલું વાંકુ બોલતો હોય તો પણ તેનો ખેદ મને થતો નથી. અને સઘળા સાથે નાના બાળકની માફક લઘુત્વભાવે વર્તવાનું થાય છે. સઘળા લોકોમાં મારી છાપ સારી પડી છે તેથી કહે છે કે વ્રજભાઈ તો તદ્દન બદલાઈ જ ગયા. પ્રથમ કોઈ મારી સંગત કરતું નહોતું, તે હાલમાં સઘળા લોકો મારા પર ઘણી જ ચાહના રાખે છે. આ સઘળો પ્રતાપ સગુરુદેવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનનો જ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૨૫૯)
ક્ષણવારના સપુરુષના સમાગમથી પણ તરી શકાય "क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका."
૯૩