________________
જોગ નથી સત્સંગનો'.....
ફરી પશ્ચાત્તાપપૂર્વક ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવાન! મને પાપ 'હું લાગે તેવી જગાએ કેમ મોકલો છો? ભગવાને સમજાવીને ફરી રાજાને ત્યાં કુંવર જન્મ્યો હતો તેને ત્યાં મોકલ્યા. ત્યાં તો જો બાળક મરી જશે તો જરૂર પકડીને તે લોકો શિક્ષા કરશે એવો ભય લાગ્યો, પણ ભગવાનની આજ્ઞા મુશ્કેલી ભરેલી પણ પાળવી એવો નિશ્ચય કરી ત્યાં જઈ તરત જન્મેલા બાળકને મગાવી નારદ ઋષિએ પૂછ્યું કે સત્સંગનું માહાભ્ય શું? બાળકે કહ્યું : “તમે હજી ન સમજ્યા? પહેલાં કાચીંડાના ભવમાં તમે મને દર્શન
o
////
memang
દીઘાં તેથી હું પોપટ થયો અને ત્યાં ફરી તમારાં દર્શન થતાં અહીં હું રાજપુત્ર થયો. એ બધો સત્સંગનો પ્રતાપ છે.” (બો.૩ પૃ.૩૨૨)
આત્માના હિતરૂપ એવા સંગ વિના બીજા સર્વ સંગ મૂકી દેવા આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. એ જ વિનંતિ. સહજાત્મસ્વરૂપ.” (વ.પૃ.૪૮૮)
૯૫