________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
નિરંતર સત્સંગની ઇચ્છા અને અસત્સંગમાં ઉદાસીનતા રાખવી.
આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત = થવી ઘણી દુર્લભ છે, તો આ દુષમકાળને વિષે પ્રાતિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય છે તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે.” (વ.પૃ.૨૯૪)
કુળગુરુ વૈરભાવ શીખવાડે તો તે કુગુરુ પ્રહલાદનું દૃષ્ટાંત - “પ્રહૂલાદને તેના કુળગુરુ શુક્રાચાર્યે પૂછ્યું, ‘તારા બાપને મારવા માટે તે વિષ્ણુ અવતાર નરસિંહને વિનંતી કરી હતી?” પ્રહલાદે કહ્યું: “ના, મેં કોઈને મારવાનો ભાવ પણ કર્યો નથી.” શુક્રાચાર્યે કહ્યું : “તો તારા બાપને મારનાર પર તારે વેર રાખવું જોઈએ;
--
-
સુપુત્રે તો પિતાનું વેર લેવું જોઈએ.’ એમ વારંવાર કહેવાથી વિષ્ણુ સાથે યુદ્ધ કરવા અસુરસૈન્ય સજ્જ કરી તે મેદાનમાં આવ્યો. વિષ્ણુને કુગુરુ કેવું ભરાવે છે તે જોઈને, હસવું આવ્યું. પણ ભક્તને સમજાવવો એ પોતાનું કર્તવ્ય સમજી, એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ, પ્રહૂલાદ પાસે તે આવ્યા અને પૂછ્યું, “મહારાજ, આ લશ્કર લઈ ક્યાં ચડાઈ કરી છે?”