________________
નથી લઘુતા કે દીનતા'...
કૃપાળુદેવની કેટલી અદ્ભુત લઘુતા “અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે.” (વ.પૃ.૨૫૯)
મુમુક્ષજીવને પરિશ્રમ દેવો એ જરૂર અપરાઘ છે કોઈપણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાઘ છે અને તેમાં મુમુક્ષજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાઘ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે. તથાપિ પરિશ્રમનો હેતુ એવા કામનો પ્રસંગ તમને ક્વચિત્ જણાવવાનું થાય છે, જે વિષેના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિઃશંકતા છે, તથાપિ તમને તેને પ્રસંગે ક્વચિત્ પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી; તોપણ પ્રવર્તીએ છીએ. તે અપરાઘ ક્ષમા યોગ્ય છે; અને એવી અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત્ પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો ઘટે છે.”
(વ.પૃ.૩૮૯) મુમુક્ષુ જીવને પરિશ્રમ આપતાં ચિત્તવૃત્તિ સંકોચ પામે છે “આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે, તે છે. ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે, તે કોઈ રીતે છે, કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત્ તેવો પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે. અને તેવો પરિશ્રમ આપતાં અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામતી પામતી પ્રારબ્ધ ઉદયે વર્તે છે. તથાપિ તે વિષેનો સંસ્કારિત ખેદ ઘણો વખત સ્ફરિતપણું પામ્યા કરે છે. (વ.પૃ.૩૮૯)
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની યોગ્યતા જોઈ તેમને કરેલ અદ્ભુત નમસ્કાર “પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.”
(વ.પૃ.૬૩૪) આત્મદશાનું સ્મરણ થયું માટે બદલામાં નમસ્કાર “હે શ્રી સોભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.” (વ.પૃ.૮૨૪)
પરમાત્મા પરમકૃપાળદેવ અને ભક્તિમાન ભક્ત શ્રી સોભાગભાઈ “આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે.” (વ.પૃ.૨૭૦)
જ્ઞાની ગુરુની ગમે તેવી આજ્ઞા ઉપાસવારૂપ લઘુતા જોઈએ ચક્રવર્તી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે! ચક્રવર્તી રાજા હોય, તેણે રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કોઈ ભૂલ હોય, અને તે ચક્રવર્તી રાજ્યપણાના વખતના
૪૫