________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
સમયની દાસીનો છોકરો તે ભૂલ ભાંગી શકે તેમ હોય તો તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જો તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, “મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય?” તો તેને રખડી મરવાનું છે.”
(વ.પૃ.૭૦૨) “ ગુI: પૂના સ્થાને ગુળાશું, ૧ ૨ હિંગ ૧ ૨ વય: ” વ્યક્તિમાં પૂજાનું સ્થાન ગુણ છે. ઉંમર કે લિંગ નથી. ગમે તે ઉંમરનો કે પુરુષ કે સ્ત્રીલિંગ ઘારક હોય પણ ગુણો હોય તો પૂજનીય છે; અન્યથા નહીં. ‘નથી લઘુતા કે દીનતા'..... ઉપદેશામૃત' માંથી - ‘લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર'
નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ?” સૌથી શ્રેષ્ઠ લઘુતા છે. શ્રવણ કરવું જ્ઞાનીનાં વચનનું. તેથી આ જીવને અગાઘ નફો આવે છે. માયાના સ્વરૂપમાં સંસારમાં હજારો રૂપિયાનો નફો થાય છે, તેથી આ અધિક છે.” (ઉ.પૃ. ૧૯૨)
માન કષાયે ભૂંડું કર્યું હવે એને મૂકી પાણીથી પાતળો થઈ જા “લઘુતા આવે તો પછી કેવું કામ થાય? આ તો માનમાં ને મનમાં રહ્યો, કે આને કંઈ આવડતું નથી, આ કંઈ જાણતો નથી; લાવોને હું વાત કરું. ભૂંડું કરી નાખ્યું છે. સત્સંગની તો બલિહારી છે! આ અવસર આવ્યો છે, ચેતવા જેવું છે. કૂંચી નથી તો તાળાં શી રીતે ઊઘડે? તે આવવું જોઈએ. તેમ ગુરુ વિના જ્ઞાન નથી અને થાય નહીં. બીજે જાઓ, ભલે! ભટકો—તેથી તો તાળાં ભટકાય પણ ઊઘડે નહીં. તે ગુરુ પાસેથી મળશે. હવે ક્યારે લેવાશે?
“અઘમાઘમ અઘિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું? પ્રભુ, પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સગુરુપાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય?” માટે લઘુતા જોઈએ. આ જીવને અનંત કાળચક્રથી માન મુકાયું નથી; તે હવે મૂકી દે અને પાણીથી પાતળો થઈ જા. અહંકારથી કરીશ તો તે લેખામાં નહીં આવે. હું સામાયિક કરી આવ્યો, હું અપાસરે ગયો–આમ કર્યું, તેમ કર્યું. અને ત્યાંથી નવરો પડ્યો એટલે પછી બધું બીજે ન કરવાનું કરે! “નવરો બેઠો નખોદ વાળે.” નખોદ વળ્યું છે અણસમજણથી.” (ઉ.પૃ.૨૦૧)
હું તો સૌથી નાનો છું એ સાચો ભાવ ટકી રહે તો ખરો ભગવાનનો ભક્તા
સંત એકનાથનું દૃષ્ટાંત - “મહારાષ્ટ્રમાં સંત એકનાથ થઈ ગયા. તેમને ગુસ્સો આવે તેના માટે એક માણસે ઉપાય કર્યો.
૪૬