SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “જગમાં સર્વના શિષ્ય થવા સદ્ગુરુ ઇચ્છતા, રાજચંદ્ર પ્રભુ એવા, તેમને પ્રણમું સદા.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી (શ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ વવાણિયાવાળાના પ્રસંગમાંથી) આખા જગતના શિષ્ય થવારૂપ જેની દ્રષ્ટિ છે એવા પરમકૃપાળુદેવા રામદાસજીનો પ્રસંગ – “એક વખત રામદાસજી નામના જોગી ગામમાં વવાણિયામાં) અખાડામાં ઊતર્યા હતા, તેઓએ વાત સાંભળી હશે કે આ ગામમાં રાયચંદભાઈ’ નામના મહાત્મા છે અને ઘણા જ ચમત્કારિક છે. તેથી મારી દુકાન પર આવ્યા અને પૂછ્યું કે અત્રે “રાયચંદભાઈ નામના પુરુષ છે કે? મારે મળવાની ઇચ્છા છે. મેં કીધું કે ચાલો. તે જોગીને હું સાહેબજી પાસે લઈ ગયો. સાહેબજી પોતે ગાદી પર બિરાજ્યા હતા. તે પરથી તુરત ઊભા થઈ વિનયપૂર્વક હાથજોડી નમસ્કાર કરી તે જોગીને ગાદી પર બેસાડ્યા અને પોતે એક પડખા પર બેઠા. તે જોગીએ સાહેબજીને કહ્યું કે મારે કેટલાક પ્રશ્નો પૂછવા ઇચ્છા છે. આપકું સબ લોક મહાત્મા તરીકે માને છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “કાંઈ નહીં, ફરમાવો. મારી યોગ્યતા પ્રમાણે ખુલાસા કરીશ.” પછી તે જોગીએ સાહેબજીને અમુક દર્શનવાલે જીવને કર્મનો કર્તા કહતે હૈ ઔર વેદ દર્શનવાલે આ પ્રમાણે કહતે હૈ, વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. સાહેબજીએ સર્વ હકીકત સાંભળી જણાવ્યું કે “હવે બીજું કાંઈપણ પૂછવા બાકી રહ્યું છે? હોય તો જણાવો.” ત્યારે તે જોગીએ જણાવ્યું કે બીજું નથી. પછી સાહેબજીએ તેમના પ્રથમ પ્રશ્નનો એવો ખુલાસો કર્યો હતો કે જેથી તેમનો તમામ મદ ગળી ગયો. એ પ્રમાણે અનુક્રમે સર્વે પ્રશ્નોનો ખુલાસો કર્યો. જેથી તેઓ ઘણો જ આનંદ પામ્યા અને જોગીજી તુરત જ ગાદી પરથી ઊભા થઈ સાહેબજીના સન્મુખે આવીને બેઠા અને સાહેબજીને જણાવ્યું કે હું તો આપકા દાસ છું. આપકે સન્મુખ બેસવા લાયક છે. મારી ઘણી જ ભૂલ થઈ છે, મારાથી આપશ્રીકી આશાતના થઈ છે જેથી હું ક્ષમા માંગુ છું. એમ કહી એકદમ સાહેબજીના સન્મુખે ઊભા રહી વારંવાર સાષ્ટાંગ નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે સાહેબજીએ તેમ કરતાં અટકવા જણાવ્યું, પરંતુ જોગીજી ઘણા જ ઉત્સાહમાં અટક્યા નહીં. લગભગ ત્રણ કલાક બેઠા હતા. બાદ ફરીથી આવ્યા હતા ત્યારે એક કલાક સુધી બેઠા હતા.” | (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૧૪) કૃપાળુદેવ કહે જ્ઞાની હાજર નહીં તો મુમુક્ષુનો સત્સંગ પણ મહા ભાગ્યરૂપ “તમો સર્વ મુમુક્ષુજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઇચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષમ કાળને વિષે તો તેની પ્રાપ્તિ પરમ દુષમ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિષે સ્થિર બુદ્ધિ છે જેની એવા મુમુક્ષુજનને વિષે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહા ભાગ્યરૂપ જાણીએ છીએ.” (વ.પૃ.૩૬૨) ४४
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy