________________
ચરણ શરણ ઘીરજ નથી'.....
કાચ લઈ દે ચિંતામણિ તે, ઘોવે અમીથી પાય અહો!
ગજવર-પીઠે વહે ઇંઘન, ઘન કાજે ભવ જાય અહો! શ્રી રાજ ) અર્થ - કોઈ કાચના ટુકડાને લઈ ચિંતામણિ રત્ન આપી દે, કોઈ અમૃતથી પગ ઘોવે, કોઈ રાજાના પટહસ્તિ ઉપર લાકડા ભરે, તેમ જે આત્મા ઘન ભેગું કરવા માટે આ અમૂલ્ય માનવદેહનો ઉપયોગ કરે તે પણ તેવું જ કરે છે. I/૧૦ના
સાચાં મોટાં મોતી વેરે, તોડી હાર લે સૂત્ર અહો!
કલ્પતરુ છેદી અરે! વાવે વંતૂરા, વિચિત્ર અહો! શ્રી રાજ અર્થ - જે હારને તોડી સાચા મોટા કિંમતી મોતીને વેરી નાખી તેમાંથી સૂત્ર એટલે દોરાને ગ્રહણ કરે અથવા કોઈ જે માગે તે મળે એવા કલ્પવૃક્ષને છેદી નાખી ધંતુરાને વાવે તેવું વિચિત્ર કાર્ય વિષય કષાયમાં પડેલા અજ્ઞાની જીવો આ જગતમાં કરી રહ્યાં છે. ૧૧
ભર દરિયે ખીલા કાજે હા! કાણી કરતો નાવ અહો!
ભસ્મ કરે ઉત્તમ ચંદન દહી, તેવા બને બનાવ અહો! શ્રી રાજ, અર્થ - કોઈ દરિયાની વચ્ચે ખીલો મેળવવા માટે નાવને કાણી કરી દે, કોઈ ઉત્તમ કિંમતી ચંદનને બાળી તેની ભસ્મ બનાવે, તે મૂર્ખ શિરોમણિ ગણાય. તેમ મોહથી ઉન્મત્ત થયેલા જીવના તેવા જ બનાવો છે. I૧૨ાા
- જો ઘન, ભોગો કાજે નરભવ ગાળો ઘર્મરહિત અહો!
શા માટે આ જન્મ ઘર્યો છે? કેવો કરો વ્યતીત અહો! શ્રી રાજ અર્થ - જો ઘન પ્રાપ્ત કરવા કે ભોગો ભોગવવા અર્થે આ મનુષ્યભવને ઘર્મરહિત ગાળો છો તો તમે આ જન્મ શા માટે ઘારણ કર્યો છે? અને તેને કેવા પ્રકારે વ્યતીત કરો છો તેનો જરા વિચાર કરો. ‘નથી ઘર્યો વિષય વઘારવા, નથી ઘર્યો દેહપરિગ્રહ ઘારવા.” શ્રીમદ્ રાજચંદ્ર I/૧૩ના
એ વિચારો ઊગે ક્યારે? સત્સંગતિ જો થાય અહો!
ભવ-ભય જાગે, ગુણો પ્રગટે, પાપો દૂર પળાય અહો! શ્રી રાજ અર્થ - એવા વિચારો ક્યારે ઊગે? તો કે જીવને સત્સંગ થાય તો. સત્સંગ થાય તો સંસારની ચારગતિમાં દુઃખ જણાય તેથી ભય લાગે, ગુણો પ્રગટે અને પાપ કરવાથી જીવ દૂર રહે.” ૧૪ -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૩૩૭) ચરણ શરણ ઘીરજ નથી'.....
હે પ્રભુ! આપના ચરણકમળનું શરણ એટલે આજ્ઞાને મરણની છેલ્લી ઘડી સુધી ટકાવવાની મારામાં ઘીરજ નથી.
આપના ચરણકમળનું શરણ લે તો શું ફળ આવે? તો કે –
૧૨૩