________________
“જે અતિ દુષ્કર જલધિ સમો સંસાર જો તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો.”
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
અર્થ ઃ– એ અત્યંત દુ:ખે કરીને તરી શકાય એવો જે સંસાર સમુદ્ર છે તે આપ પ્રભુના અવલંબને એટલે કે શરણ લેવાથી તે ગાયની ખરી જેવો નાનો બની જાય. કેમકે - “શરણ કરે બલિયાતણું, મન મોહન મેરે, યશ કહે તસ સુખ થાય રે, મન મોહન મેરે”
મનને મોહ પમાડનાર એવા બળવાન જ્ઞાનીપુરુષનું જે શરણ અંગીકાર કરે તેને શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તે જીવ આ ભવે અથવા પરભવે સાચા આત્મિક સુખનો ભોક્તા થાય છે. પણ હે પ્રભુ! આપના ચરણકમળના શરણની ઘી૨જ મને ક્યારે આવશે કે જેથી આપના આશ્રયપૂર્વક આ દેહ છોડી મારું સમાધિમરણ કરું.
ચરણ શરણ ધીરજ નથી'.....
‘શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી –
મોક્ષ કરતાં સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ અમને પ્રિય
“મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હિરની ઇચ્છા આગળ દીન છીએ.” (વ.પૃ.૨૯૯)
પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા વિશેષ રાખવી
વારંવાર બોધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે.’” (વ.પૃ.૬૮૭)
ગમે તેવી આપત્તિમાં પણ ધીરજને ન છોડે તો યથાર્થ બોધ પરિણમે
“ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ઘીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે.’’ (વ.પૃ.૩૩૧)
પરિષહોને શાંતિથી, ઘીરજથી વેદે તો શીઘ્ર કલ્યાણ
“તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો.
સુદૃઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષઠો આવવાનો સ્વભાવ છે, પણ જો તે પરિષહ શાંત ચિત્તથી વેદવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે.” (વ.પૃ.૨૮૩)
૧૨૪