________________ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન'...... ભગવાન હોય ત્યાં માન ન રહે અને માન હોય ત્યાં ભગવાન ન રહે ગોપીઓના અહંકારનું દ્રષ્ટાંત -“શ્રીમદ્ ભાગવતમાં એક કથા આવે છે. શરદ-પૂર્ણિમાની રાત્રિ હતી. શ્રીકૃષ્ણ જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બથી ગોપીઓ ઘરનાં કામ વગેરે છોડીને ત્યાં શ્રીકૃષ્ણ પાસે આવી. શ્રીકૃષ્ણે કહ્યું કે તમે અહીં કેમ આવી? તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કોઈને પોતાનું ચિત્રપટ, કોઈને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય છે. પછી તે રોજ તેની પૂજા કરતી હોય; અને જ્યારે પતિ ઘરે આવે અને કહે કે પાણી લાવ, તો તે કંઈ એમ કહે કે ના, મને પહેલાં પૂજા કરવા દો. તેમ અમારા પતિ તો તમે છો. બીજા તો બઘા લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘરે આવે ત્યારે લાકડાના પતિની કોણ સેવા કરે? તે સાંભળી શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. તે વખતે એક ગોપી અને એક કૃષ્ણ, એક ગોપી અને એક કૃષ્ણ એમ બધી ગોપીઓ સાથે કૃષ્ણ દેખાવા લાગ્યા. તે વખતે ગોપીઓના મનમાં થયું કે આપણે કેવી ભાગ્યશાળીની છીએ! આ વખતે બીજાં બધાં ઊંધે છે અને આપણે ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયું, એટલામાં તો એકેય કૃષ્ણ ન મળે. કૃષ્ણ અલોપ થઈ ગયા. કેમકે “મોહનવરને માન સંઘાથે વેરજો.” જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે અને જ્યાં ભાન હોય ત્યાં ભગવાન ન રહે, એવું છે. માટે અભિમાન મૂકવાનું છે.” બો.૧ (પૃ.૭૦૨) સંસાર નાશ કરવા તૈયાર થયો ને અભિમાન કરે તો સંસાર વધે કૃપાળુદેવે લખ્યું છે કે “જો કે તીર્થકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે.” (170) તીર્થકર જેવા થવું નથી એટલે કે સમવસરણ રચાવું, દેવોને નમાવું, એવું માન થાય તેવું કરવું નથી. પણ તીર્થકર પોતે તર્યા અને બીજાને તાર્યા, તે અમારે કરવાનું છે. અત્યારે જીવની પાસે અભિમાન કરવા જેવું કંઈ નથી. અભિમાન દૂર થવાનો ઉપાય જ્ઞાનીની આજ્ઞા છે. સંસાર નાશ કરવા તૈયાર થયો હોય અને અભિમાન કરે ત્યાં સંસાર વધે. લોકોમાં માન મેળવવા જીવ વઘારે તણાય છે.” -જૂનું બો.૧ (પૃ.૩૦૫) મહાપુરુષોના ગુણો અને પોતાના દોષો જુએ તો અભિમાન ટળે. “મુમુક્ષુ–કોઈ પદ અથવા પત્ર બોલતાં અભિમાન આવી જતું હોય તો બોલવું કે ન બોલવું? પૂજ્યશ્રી–જ્યારે બોલે ત્યારે વિચારે કે હું હજુ શીખ્યો નથી. શું એવું અભિમાન કરવા જેવું શીખ્યો છું? પૂર્વે થઈ ગયેલા ગણધરોએ ચૌદપૂર્વની રચના કરી હતી. ઘણા એ પૂર્વેને ભણ્યા હતા. તે જ્ઞાનની આગળ મારું જ્ઞાન શું છે? કશુંયે નથી. ભગવાનમાં કેટલા ગુણો છે! મારામાં કેટલા બઘા દોષો ભરેલા છે? મારે તો હજુ ઘણું કરવાનું છે. મેં કંઈ કર્યું નથી. જીવે અહંકાર કરવા જેવું કોઈ કામ નથી કર્યું. એમ જો વિચાર કરે તો અભિમાન થાય નહીં, અને પુરુષાર્થ પણ જાગે. જ્યારે 255