________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન એવામાં કોઈ કેવળજ્ઞાની તે ગામે પઘાર્યા. તેને પુરોહિતે નમ્રતાથી પૂછ્યું કે જ “હે પૂજ્ય! આ ડુંબના પર મને ઘણો પ્રેમ થાય છે તેનું કારણ શું?” ત્યારે પર કેવળીએ તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને તે ગાયકને જાતિસ્મરણજ્ઞાન થયું; તેથી તે કેવળી પરમાત્માના વચન સાંભળવાનો રસિક થયો. પછી ગાયકે પોતાના ઉદ્ધારનો ઉપાય પૂક્યો; ત્યારે શ્રી કેવળીએ અનેક સ્યાદ્વાદથી યુક્ત એવું મન, વચન અને કાયા રૂપ ત્રણ યોગની શુદ્ધિનું સ્વરૂપ પ્રકાશિત કર્યું. તે કેવળીના મુખથી ઘર્મોપદેશ સાંભળીને સંસારની અનિત્યતા જાણી પુરોહિત અને ડુંબ બન્ને શુદ્ધ ઘર્મને અંગીકાર કરી પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી અનુક્રમે મુક્તિને પામશે. -ઉપદેશપ્રસાદ ભાષાંતર ભાગ-૫ના આધારે (પૃ.૧૫૬) તેણે અભિમાન મૂકી વિનયવાન થઈ ઘર્મને અંગીકાર કર્યો તો જન્મમરણથી છૂટ્યો. નહીં તો ઘીમે ઘીમે રાજપુત્રમાંથી ગધેડો, ઉંટ, ડુંબ વગેરેના ભવો કરતો કરતો વિશેષ નીચગતિને પામત. માટે અભિમાન મૂકી વિનયવાન થઈ ઘર્મનું આરાઘન કરવું એ જ શ્રેયસ્કર છે. જીવને તુચ્છ વસ્તુનું અભિમાન થાય છે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જણાવેલું કે જીવને તુચ્છ વસ્તુનું પણ અભિમાન થાય છે. બીજાના કરતાં પોતાના જોડાં સારા હોય તો તેનું પણ જીવને અભિમાન થાય કે મારા જોડા એના કરતાં સારા છે. ભલેને જોડા જેવી તુચ્છ વસ્તુ છે છતાં તેનુંય પાછું અભિમાન થાય છે. અભિમાન વિના જીવ રહેતો નથી. ‘સેવ્યા નહિ ગુરુસંતને, મૂક્યું નહિ અભિમાન'.... બોઘામૃત ભાગ-૧,૨' માંથી - સપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો જ્ઞાનીના વચનો ચોંટે પૂજ્યશ્રી–જીવને આ સંસારમાં ભમવાનું મોટું કારણ અભિમાન છે. એ અભિમાન ઊતરી જાય એવા “વીશ દોહરા' છે. અનંતાનુબંધી માનથી જીવને રખડવાનું થાય છે. અભિમાન દૂર થાય તો વિનય ગુણ પ્રગટે. પછી સત્પષ ઓળખાય. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ઘર્મ કહ્યો છે.” (254) સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થાય તો એને જ્ઞાનીના વચનો ચોંટે. એ માટે “વીશ દોહરા' છે. માન જાય તો વિનય ગુણ આવે. એટલો બઘો પ્રભાવ “વીશ દોહરા' માં છે. કંઈક ગરજ જોઈએ, વિજ્ઞાનપણું જોઈએ.” ઓ.૧ (પૃ.૪૩૧) માન આવે તો ભગવાન પડખેથી ખસી જાય જીવને અભિમાન પેસી જાય છે. માન આવે તો ભગવાન પડખેથી ખસી જાય. ‘અઘમાઘમ છું” એ ટકવું આ કાળમાં બહુ મુશ્કેલ છે. આ કાળનું ઝેર ઉતારવા જેવું કૃપાળુદેવે બધું લખ્યું છે. એક “ક્ષમાપના” બોલે તો બધું ઝેર ઊતરી જાય.” (જૂનું બો.૧ પૃ.૨૧૦) 254