________________ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન”.. I ઉન્ઝિત કુમાર ચાલતો ચાલતો એક તાપસના આશ્રમમાં ગયો. ત્યાં પગ ઉપર પગ ચઢાવીને તે તાપસોની સામે બેઠો. એટલે તાપસોએ તેને શિખામણ આપી કે “હે ભાગ્યશાળી! વિનય રાખ.” તે બોલ્યો કે “મસ્તકપર જટાજુટ રાખનારા અને આખે શરીરે ભસ્મ ચોળનારા બાવાઓને વિષે વળી વિનય શો?” તેનું તેવું ગર્વિષ્ઠ વચન સાંભળીને તાપસોએ તેને તરત ત્યાંથી કાઢી મૂક્યો; એટલે તે ક્રોધથી . બોલ્યો કે અરે! મારા પિતાનું રાજ્ય પામીશ ત્યારે તમારો નાશ કરીશ.” એમ કહીને બડબડતો બડબડતો તે આગળ ચાલ્યો. માર્ગમાં તેને એક | સિંહ મળ્યો. તેને જોઈને હાથમાં તીક્ષ્ણ ખડ્ઝ છે લઈ અહંકારથી તેની સન્મુખ જ ચાલ્યો. સિંહની સાથે યુદ્ધ થતાં સિંહ તેને ખાઈ ગયો. તે મરીને ગધેડો થયો. ત્યાંથી મરી ઉંટ થયો. ત્યાંથી મરીને ફરીથી નંદીપુરમાં જ પુરોહિતનો પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તે ચૌદ વિદ્યાનો પારગામી થયો. ) / એક ત્યાં પણ અહંકારથી જ મૃત્યુ પામીને તેજ નંદીપુરમાં ગાયન કરનારો Gee ડુંબ થયો. તેને જોઈ પૂર્વભવના પિતા પુરોહિતને તેના પર ઘણો સ્નેહ થવા લાગ્યો. એ પરમ છે 253