________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન આજ્ઞા ભક્તિ કરે તો સ્વચ્છેદ ટળે અને અહંકાર મટે જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે “હું સમતાવાળો છું.” = માટે ઉપયોગ જાગૃત રાખવો. માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી. સ્વચ્છંદમાં અહંકાર છે.” (વ.પૃ.૭૦૬) ઉપદેશામૃત' માંથી - આ જીવનું માન - અહંકારે ભૂંડું કર્યું છે. તે મૂક્ય છૂટકો છે માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું. સમાધિસ્થ બાહુબલજીને તેમની બહેનો–બ્રાહ્મી-સુંદરી–એ જંગલમાં જઈને કહ્યું : “વીરા, ગજથકી હેઠા ઊતરો.” ત્યાં બાહુબલજી વિચારમાં પડી ગયા અને જાગ્યા કે ખરી વાત છે, અહંકારરૂપી ગજ ઉપર હું નાનાભાઈને હું નમવા હવે તો જાઉં એમ વિચારીને ઊઠ્યા કે તરત કેવળજ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળજ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન-અહંકારે ભૂંડું કર્યું છે. તે મૂક્ય છૂટકો છે.” (ઉ.પૃ.૨૦૬) અભિમાનીના અહંકારથી જીવનું ઘણું ભૂંડું થાય. તે મૂક્યા વગર મુક્તિ નથી ઉજ્જિતકુમારનું દ્રષ્ટાંત - નંદિપુરમાં રત્નશખર નામે રાજાનો પુત્ર ઉજ્જિતકુમાર હતો. એકદા તે વિદ્યાશાળામાં ગયો, ત્યાં ભણાવનાર ગુરુને ઊંચે આસને બેઠેલા જોઈ તેણે કહ્યું કે “તું અમારા રાજ્યમાં આવેલા દાણાનો ખાનાર થઈને ઊંચા આસન પર બેસે છે. અને મને નીચે બેસાડે છે;” એમ કહી ગુરુને લાત મારી નીચે પાડી દીધા. તે વાત સાંભળી ‘આ કુપુત્ર છે” એમ જાણી રાજાએ તેને પોતાના દેશમાંથી દૂર કર્યો. BRITE 252