________________ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન”.... સમ્યક્ પ્રકારે જાણનાર એવો આત્માર્થી જીવ, તે આ અભિમાનરૂપી કૂવામાં પડતો 6 ) નથી. મેતારક મુનિ અને હરિકેશી મુનિએ પૂર્વભવમાં બ્રાહ્મણ જાતિનું અભિમાન કે કરેલું તેથી તેમને આ ભવમાં ચંડાલ કુળમાં ઉત્પન્ન થવું પડ્યું. I4o. જાતિવંત ઘણા જીવો કુકર્મે નરકે ગયા, નરો કુલીન ભિખારી અભિમાન વશ થયા. 5 અર્થ - ઉત્તમજાતિમાં ઉત્પન્ન થવા છતાં જીવનમાં જાતિમદ આદિ કુકર્મો કરી ઘણા જીવો નરકમાં જઈને પડ્યા. તેમજ ઉત્તમ કુલમાં જન્મ લેવા છતાં તેનું અભિમાન કરવાથી આવતા ભવમાં ભિખારી બની ગયા. મરિચિનું દૃષ્ટાંત - ભગવાન ઋષભદેવના સમયમાં ભરત મહારાજાએ મરિચિને ભાવી તીર્થકર જાણી નમસ્કાર કર્યા ત્યારે ભગવાન મહાવીરના જીવ મરિચિએ કુલમદના અભિમાનમાં આવીને કહ્યું કે મારા દાદા કોણ છે? પ્રથમ તીર્થકર ઋષભદેવ, મારા પિતા કોણ છે? છ ખંડના અધિપતિ ચક્રવર્તી તો હું આવતા ભવોમાં વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થકર થાઉં તો એમાં શું નવાઈ? તેના ફળમાં લગભગ એક કોડાકોડી સાગરોપમ સુધી તેમને સંસારમાં ભ્રમણ કરવું પડ્યું.” /પા -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૫૪૭) ‘સેવ્યા નહિ ગુરુસંતને, મૂક્યું નહિ અભિમાન'..... “શ્રીમદ્ રાજચંદ્રમાંથી : અભિમાન મૂકે તો વિનય આવે અને ગુરુ સંતની સેવા થાય. “માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. તેમાં વળી “મેં આ કર્યું, “મેં આ કેવું સરસ કર્યું?” એવા પ્રકારનું અભિમાન છે. “મેં કાંઈ કર્યું જ નથી' એવી દ્રષ્ટિ મુકવાથી તે અભિમાન દૂર થાય.” (વ.પૃ.૭૦૦) ચક્રવર્તીની સંપત્તિની તુલનામાં મારી પાસે શું છે તે અહંકાર કરું? “છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતો નથી?” (વ.પૃ.૭૨૭) પોતાનો કોઈ ગુણ જોઈ રાજી ન થવું પણ અલ્પ દોષ જોઈ પશ્ચાતાપ કરવો “પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સલ્લાસ્ત્રાદિ સાઘન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે.” (વ.પૃ.૪૨૨) 251