________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “સર્વ શાસ્ત્ર-સમુદ્રોના પારગામી મુનિ મહા, અભિમાન નહીં ઘારે, બાળ જેવા રહે, અહા! 14 અર્થ - સર્વ શાસ્ત્રરૂપી સમુદ્રોના પારને પામેલા એવા મુનિ મહાત્માઓ કદી અભિમાનને ઘારણ કરતા નથી; પણ અહો! બાળક જેવા સદા નિર્દોષ બનીને રહે છે. એવી નિર્દોષતા જ ઉપાસવા યોગ્ય છે. I14o. નિરભિમાનીની વાણી સૌ કોઈ સુણવા ચહે; સ્વપ્રશંસા અભિમાની તણી વાણી વિષે વહે–૧૫ અર્થ - નિરભિમાની જીવની વાણી સૌ કોઈ સાંભળવા ઇચ્છે. જ્યારે અભિમાની જીવની વાણીમાં સ્વપ્રશંસાનો પ્રવાહ વહ્યા કરે છે; તે આપવડાઈ કર્યા કરે છે. 15 પકવાન્ને કાંકરી જેવી દૂભવે મન આપણાં; વિના વાંકે બને વૈરી અભિમાની તણાં ઘણાં. 16 અર્થ - અભિમાની જીવની આપવડાઈ, પકવાન જમતાં વચ્ચે કાંકરી આવી જાય તો કેવો રંગમાં ભંગ પડે, તેમ તે વાણી આપણા મનને દૂભવે છે. અભિમાની જીવના, વિના વાંકે ઘણા વૈરી બની જાય અર્થાત્ તે કોઈનું બૂરું ન કરે તો પણ તેના અભિમાનથી તેના પ્રત્યે ઘણાને અણગમો રહે છે. II11aaaa પ્ર.વિ.ભા.૧ (પૃ.૫૪૯) પાપમૂલ અભિમાન” પ્રસિદ્ધ જગમાં અતિ, નિષ્પાપી નિરભિમાની વિનયાવિત સન્મતિ. 3 અર્થ - ‘પાપનું મૂળ અભિમાન છે' એમ જગતમાં અતિ પ્રસિદ્ધ વાત છે. પ્રશ્ન-અભિમાન થવાનું કારણ શું? બધું છે તો પારકું. પૂજ્યશ્રી–પારકું નથી માન્યું. મારું નથી એમ જેને હોય તે અભિમાન ન કરે. પોતાનું માન્યુ હોય તો અભિમાન થાય.” ઓ.૧ (પૃ.૧૫૧) પણ જે નિરભિમાની, વિનયવાન અને સબુદ્ધિવાળા છે તે નિષ્પાપી જીવો છે. તે તત્ત્વને પામી શકે છે. અઘમાઘમ અઘિકો પતીત સકલ જગતમાં હુય” એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે.” -બો.૧ (પૃ.૬૫) 3 જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય, શ્રી, તપે, રૂપે અભિમાન કુબુદ્ધિને; પડે ના સુજ્ઞ તો કૂપે. 4 અર્થ - શાસ્ત્રોમાં મુખ્યત્વે આઠ પ્રકારના મદ એટલે અહંકાર ઊપજવાના પ્રકાર છે તે આ પ્રમાણે–જાતિમદ, કુળમદ, બળમદ, વિદ્યામદ, ઐશ્વર્ય એટલે સત્તામદ, શ્રી એટલે લક્ષ્મી-ઘનમદ, તપમદ અને રૂપમદ. કુબુદ્ધિવાન જીવને એથી અભિમાન ઊપજે છે. જ્યારે સુજ્ઞ એટલે વસ્તુને 250