________________ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન'..... કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોઘ; તો પામે સમકિતને, વર્તે અંતર શોઘ.” એનુંજ બીજું રૂપ શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા છે. એ ગુણો પોતામાં આવે તો તે જીવ સમકિત પ્રાપ્ત કરવાને યોગ્ય થાય. અનંતકાળથી જીવને સમકિત આવ્યું નથી. તેથી અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન” પણ તે હવે મટી જાય અને શાશ્વત સુખશાંતિને સર્વ કાળને માટે જીવ પામી ભવબંધનથી મુક્ત થાય એવો યોગ છે, એવો અવસર હાથમાં આવેલો છે. સેવ્યા નહિ ગુરુસંતને, મૂક્યું નહિ અભિમાન'... હે સર્વજ્ઞ ભગવાન! આપનો બોઘેલો માર્ગ પ્રવર્તાવનાર એવા સદ્ગુરુ ભગવાનની મેં ઉપાસના કરી નહીં અથવા સદ્ગુરુના અવલંબને સાધકપણે વર્તતા એવા સંતપુરુષોની પણ આજ્ઞા હું ઉઠાવી શક્યો નહીં, તેથી હું આ ચોરાશી લાખ જીવ યોનિમાં હજુ ભણું . તેનું મુખ્ય કારણ કે મેં મારું અભિમાન-હું જાણું છું, સમજું છું તે છોડ્યું નહીં. તેથી તે દેવગુરુઘર્મની આજ્ઞાએ હું પ્રવર્તી શક્યો નહીં અને તેના ફળસ્વરૂપ જન્મમરણના દુઃખ જ પામતો રહ્યો. કેમકે ‘પાપ મૂળ અભિમાન છે' તે મેં છોડ્યું નહીં. “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧" માંથી : “અહિતમાં હિત માની બેઠો, હિતતણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તાના જાણું, અનિત્યનું અભિમાન. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. 6 અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયો તથા ક્રોઘાદિ કષાયભાવો કે જે આત્માને અહિતરૂપ છે તેમાં હું હિત માની બેઠો છું. અને આત્માને હિતરૂપ એવા વૈરાગ્યભાવમાં, કે ક્ષમા, સરળતા, વિનય, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આદિ આત્મઘર્મને ઘારણ કરવામાં કે ઇન્દ્રિય જય કરવામાં અથવા કષાયોને ઉપશાંત કરવામાં ખરેખર મારું હિત રહેલું છે તેનું મને હજુ સુધી ભાન નથી. તથા મારી શાશ્વત ત્રિકાળ રહેનાર, કદી મરનાર નહીં એવી નિજ આત્મસત્તા છે તેનું પણ મને જ્ઞાન નથી. અને વળી તેથી વિપરીત અનિત્ય એવા શરીર, ઘન, કુટુંબાદિને મારા માની તેનું અભિમાન કરું છું એ જ મારી અજ્ઞાનતાની પરાકાષ્ટા છે. માટે મહાન આશ્ચર્યકારક એવા વીતરાગ સ્વરૂપને ઘારણ કરનાર આપ જિનેન્દ્ર પ્રભુને ઘન્ય છે. Iકા -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૭) 249