________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંથી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે. તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત્ સત્તા અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. (વ.પૃ.૨૭૮) જ્ઞાની પુરુષની આશાતના, નિંદા કરવાથી અનંતસંસાર વધે. “જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદ્રષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે.” (વ.પૃ.૩૪૩) અસદ્ગથી અનાદિથી રખડ્યો, સદ્ગુરુની આજ્ઞાએ વર્તે તો કલ્યાણ જીવ ખોટા સંગથી, અને અસદ્ગથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યકત્વ થાય.” (વ.પૃ.૭૨૭) અનંતકાળથી નરક નિગોદાદિમાં કુટાઈ હવે મનુષ્યભવ પામ્યો “અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગોદમાંથી આગળ કુટાતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે.” (વ.પૃ.૬૬૨) બોઘામૃત ભાગ-૩'માંથી - સપુરુષની પ્રાપ્તિ અને જીવની યોગ્યતા હોય તો અવશ્ય કલ્યાણ થાય “પ્રશ્ન–અનંતકાળથી જે કલ્યાણ થતું નથી તે અત્યારે કેમ થશે? ઉત્તર-“જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી.” (505) બેય યોગો સાથે મળે ત્યારે કલ્યાણ અનંતકાળથી નહોતું થતું તે થાય છેy.” બો.૩ (પૃ.૭૭૯) જીવની યોગ્યતા અને સત્પરુષનો યોગ હોય તો અનંતકાળમાં નહીં થયેલું એવું જીવનું કલ્યાણ થાય. સપુરુષ તો પરમકૃપાળુ પરમાત્મા જેવા મળેલ છે. હવે માત્ર આપણી યોગ્યતાની ખામી છે. માટે પ.પૂ.પ્રભુશ્રીજી કહે છે કે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો. પ્રભુ અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે લેશો શામાં? યોગ્ય બનો તો આપી દઈએ. એ યોગ્યતા શું છે? તો કે–ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ યોગ્યતા છે. અથવા 248