________________ “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન'..... માની તેના રંગે રક્ત એટલે તન્મય થવાથી, તથા પર પુદ્ગલના ગ્રાહક એટલે / 3 તેને જ ગ્રહણ કરવાની ઇચ્છાથી તથા તેના જ રક્ષણ કરવામાં ઉપયોગ રહેવાથી તેમજ પર એવા વિષયભોગોમાં આસક્ત થવાથી શુદ્ધ આત્મતત્ત્વનું મને દર્શન ન થયું અને માત્ર સંસાર ભ્રમણ જ ચાલુ રહ્યું. 10 શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપરસ પીન રે જ૦ 11 શુદ્ધ સ્વજાતિમય એવા આત્મતત્ત્વને જે બહુમાનપૂર્વક તલ્લીનતાએ ભજશે એટલે કે જે પોતાના ‘સહજાત્મસ્વરૂપનું ધ્યાન ઘરશે, તે ભવ્યાત્મા આત્માથી વિજાતીય એવા પુદ્ગલથી ઉત્પન્ન થતાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની રસતા એટલે આસ્વાદને તજી, સ્વસ્વરૂપમય એવા શુદ્ધાત્મરસના અમૃતને સર્વકાળને માટે પીન એટલે પીતા થઈ જશે. ./૧૧ના શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વર, તારક લાયક દેવ રે; તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવ રે. 40 12 સંક્ષેપાર્થ - શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વર પ્રભુ ભવ્ય જીવોના સાચા તારક છે. કારણ કે વીતરાગ પરમાત્મા હોવાથી તે સાચા દેવપણાને લાયક છે. માટે હું તો આપના ચરણકમળના શરણમાં રહ્યો છું કે જેથી કર્મબંઘ કરવાની અનાદિ કાળની મારી કુટેવ ટળી જાય.” ૧રા -ચં.ચો.ભા.૧ (પૃ.૯૭) અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન'.. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - અનંતકાળથી જન્મમરણ કરું છું તે કેમ મટે એ વારંવાર વિચારવું “અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સપુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો.” (વ.પૃ.૨૦૧) - વીતરાગતા, વિનય અને સપુરુષની આજ્ઞા એ નહીં મળવાથી રખડ્યો “જગતમાં નીરામીત્વ, વિનયતા અને સત્પરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ!” (વ.પૃ.૧૭૬) વાસનાનો અભ્યાસ અનાદિનો, તેને દૂર કરવા સત્સંગ સર્વશ્રેષ્ઠ અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર 247