________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન દેખાય છે તેવી નિગોદમાં અથવા બાદર તરુ એટલે સાધારણ અનંતકાય / વનસ્પતિ (ગોટલી ન થાય ત્યાં સુધીની કેરી અથવા સેવાલ વગેરે) માં પણ હું લાગલગાટ એકસાથે અઢી પુદ્ગલ પરાવર્તન સુઘી વાસ કર્યો. જાણે નિગોદ સાથે પ્રેમ કર્યો હોય તેમ થયું. /પા. સ્થાવર સ્કૂળ પરિતમેં, સીત્તર કોડાકોડિ રે; આયર ભમ્યો પ્રભુ નવિ મિલ્યા, મિથ્યા અવિરતિ જોડિ રે. . 6 સંક્ષેપાર્થ - બાદર પ્રત્યેક પાંચે સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી આયર એટલે સાગરોપમ સથી ભ્રમણ કર્યું. પણ આપ સમાન પ્રભુનો મને ભેટો નહીં થયો, તેથી મિથ્યાત્વ અને અવિરતિની જ વૃદ્ધિ કરી. IIકા વિગલપણે લાગત વસ્યો, સંખિજવાસ હજાર રે; બાદર પજ્જવ વણસ્સઈ, ભૂ જલ વાયુ મઝાર રે. 40 7 અનલ વિગલ પજ્જતમેં, તસભવ આયુ પ્રમાણ રે; શુદ્ધ તત્ત્વ પ્રાપ્તિ વિના, ભટક્યો નવ નવ ઠાણ રે. 40 8 સંક્ષેપાર્થ - વિગલપણે એટલે વિકલેન્દ્રિયપણે લાગલગાટ સંખ્યાતા હજાર વર્ષ પર્યત બે ઇંદ્રિય, ત્રિઇંદ્રિય અને ચતુરેન્દ્રિયમાં વાસ કર્યો. તથા બાદર પજ્જવ વણસઈ એટલે બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં અને ભૂ એટલે પૃથ્વી, પાણી અને વાયુકામાં તેમજ અનલ એટલે અગ્નિકાયમાં, વિગલ એટલે વિકસેન્દ્રિય, પક્કતમેં એટલે પર્યાયમાં, તે તે ભવના આયુષ્યના પ્રમાણમાં શુદ્ધ દેવ, ગુરુ, ઘર્મ તત્ત્વની પ્રાપ્તિ વિના નવા નવા સ્થાનકોમાં મેં ખૂબ ભ્રમણ કર્યું. માતા સાથિક સાગર સહસ દો, ભોગવીઓ તસ ભાવે રે; એક સહસ સાથિક દધિ, પંચેન્દ્રી પદ દાવે રે. 40 9 સંક્ષેપાર્થ - સાથિક એટલે સ અધિક અર્થાત્ બે હજાર સાગરોપમથી કાંઈક અથિક કાલ સુઘી તસ એટલે ત્રસકાયમાં (બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોમાં) ઉપરોક્ત દુઃખો મેં ભોગવ્યા. તેમાં એક સહસ દથિ એટલે એક હજાર સાગરોપમથી કંઈક અધિક પંચન્દ્રિયપણામાં ભ્રમણ કર્યું. તે પંચેન્દ્રિયપણામાં માત્ર અડતાલીસ જ ભવ મનુષ્યના પ્રાપ્ત થયા; અને બાકીના બધા તિર્યંચ પંચેન્દ્રિયમાં કે નારકી અથવા દેવ કે યુગલીયાના ભવ થયા. તે સિવાયનો બીજો બધો કાળ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત પુદ્ગલપરાવર્તન કરતાં ગયો. પાલાા. પર પરિણતિ રાગીપણે, પર રસ રંગે રક્ત રે; પર ગ્રાહક રક્ષકપણે, પરભોગે આસક્ત રે. 40 10 સંક્ષેપાર્થ :- ઉપરોક્ત અનંતકાળનું ભ્રમણ શા માટે થયું તેના હવે કારણો દર્શાવે છે - પર પુદ્ગલ પદાર્થમાં રાગસહિત પરિણતિ એટલે ભાવ કરવાથી, પર એવા પુદ્ગલમાં આનંદ 246