________________ કરી જ્ઞાનાવરણાદિ આઠ કર્મો બાંધી, તેના ફળમાં અનંત અપાર કાળ સુધી હું ચારગતિરૂપ સંસારમાં રઝળ્યો અને અનંત દુઃખ પામ્યો છું. માટે હે જગતારક વિભો! આપ સમક્ષ આ સર્વ દુઃખથી મુક્ત થવા અર્થે વિનંતિ કરું છું. 1 સુહમ નિગોદ ભવે વસ્યો, પુદ્ગલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે. 402 સંક્ષેપાર્થ - કઈ કઈ ગતિઓમાં કેવા પ્રકારના ભવ ઘારણ કર્યા તેનું વર્ણન નીચેની ગાથાઓથી હવે કરે છે - સુહમ એટલે સૂક્ષ્મ નિગોદમાં ભવ કરતો હું ત્યાં વસ્યો. કેટલા કાલ સુધી ત્યાં વાસ કર્યો? તો કે અનંત પુદ્ગલ પરિઅટ્ટ એટલે અનંત પુગલ પરાવર્તન કાલ સુધી ત્યાં જ વાસ કર્યો. સૂક્ષ્મ નિગોદમાંથી એકવાર પણ જીવ બહાર ન નીકળે ત્યાં સુધી તે જીવ અવ્યવહાર રાશિમાં કહેવાય છે. તે અવ્યવહાર રાશિ એટલે નિત્ય નિગોદમાં અનંતકાળ વ્યતીત થઈ ગયો. ત્યાં રહી ક્ષુલ્લક ભવ એટલે હલકા ભવ અત્યંતપણે કર્યા અર્થાત્ એક શ્વાસોશ્વાસમાં સાડા સત્તર વખત જન્મ મરણ કર્યા. એમ ઉપરા ઉપરી જન્મમરણની વેદના એક ઘારાપણે મારા આત્માએ સહન કરી. રા. વ્યવહાર પણ તિરિય ગતે, ઇગ વણખંડ અસન્ન રે; અસંખ્ય પરાવર્તન થયાં, ભમિયો જીવ અઘસ રે. 40 3 સંક્ષેપાર્થ - અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યો. ત્યાં પણ તિરિય ગતે એટલે તિર્યંચ ગતિમાં ઇ વણખંડ એટલે એક વનસ્પતિના ભાગમાં જ અસન્ન એટલે અસંજ્ઞીપણે (મન વગર) અસંખ્ય પુગલ પરાવર્તન થયા છે. એમ મારા જીવે સમ્યક્ જ્ઞાન, દર્શનસ્વરૂપ, પોતાના આત્મઘન વિના અઘન્નપણે ભ્રમણ કર્યું છે. ફા સૂક્ષમ સ્થાવર ચારમેં, કાલહ ચક્ર અસંખ્ય રે; જન્મ મરણ બહુલાં કર્યાં, પુદ્ગલ ભોગને કંખ રે. 40 4 સંક્ષેપાર્થ - તથા સૂક્ષ્મ સ્થાવર એવા પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર કાયમાં અસંખ્ય કાલચક્ર સુઘી (એક કાલચક્ર વીસ કોડાકોડી સાગરોપમનું) મારા આત્માએ જન્મમરણ બહુ જ કર્યા. તે શા માટે કરવા પડ્યા? તો કે પુદ્ગલ ભાગની કંખ એટલે કાંક્ષાએ અર્થાત્ ભોગોને ભોગવવાની ઇચ્છાથી, તેના ફળમાં કરવા પડ્યાં. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાવશ સર્વ યોનિઓમાં મેં અનંત દુઃખ સહન કર્યા. 4 ઓધે બાદર ભાવમેં, બાદર તરુ પણ એમ રે; પુદ્ગલ અઢી લાગેટ વસ્યો, નામ નિગોદે પ્રેમ રે. 40 5 સંક્ષેપાર્થ - ઓધે એટલે સામાન્યપણે બાદર ભાવમેં અર્થાત્ કંદમૂળાદિ બાદ એટલે 245