________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “રાત્રિ વ્યતિક્રમી ગઈ, થયો નરભવરૂપ પ્રભાત રે, નિદ્રા પરિહરવા ટાળજો ભાવ-નિદ્રા હે! ભ્રાત રે. શ્રી રાજ અર્થ - ચોરાશી લાખ જીવયોનિમાં જ્યારે હું ભટકતો હતો ત્યારે તે રાત્રિ સમાન હતું. તે રાત્રિ વ્યતિક્રમી એટલે મટીને આ મનુષ્યભવ મળ્યો અને તેમાં સપુરુષનો યોગ થયો તે પ્રભાત થયા સમાન જાણવું. તેથી હવે અનાદિની મોહ નિદ્રાને દૂર કરવા માટે ભાવ નિદ્રા એટલે આત્માના અજ્ઞાનને ટાળવાનો હે ભાઈ! હવે પુરુષાર્થ કરજો. રાા “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩) પૂજ્યશ્રી–રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જીવ ઊંધે છે, કંઈ ભાન નથી. તેમ આ જીવ લક્ષચોરાશીમાં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું, મોક્ષમાર્ગનો યોગ નહોતો. તે મટી મનુષ્યભવ મળ્યો તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને સસ્તુરુષનો યોગ થયો તે પ્રભાત થયું કહેવાય. મુમુક્ષુ–ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી– આત્માનું અજ્ઞાન. એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્યભવ મળ્યો, સપુરુષનો યોગ થયો તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષમાર્ગે ચાલવું.” -o.2 (પૃ.૪) મુરા ક્ષણે ક્ષણે જીવ બંદ્યાય આ, એ જ અનાદિ વ્યાપાર રે, હા! કાળ અનંત વીતી ગયો, ભવસાગર-દુઃખ અપાર રે. શ્રી રાજ અર્થ - આપણો આત્મા પ્રતિ સમય શુભાશુભ કર્મોથી બંધાય છે. એ જ અનાદિકાળનો એનો વ્યાપાર છે. પ્રતિદિન 2.19.000 વિપળનો આ જીવ વ્યાપાર કરે છે. મનમાં ઘાટ ઘડે અને ભાંગે એ રૂપ સંકલ્પ વિકલ્પનો વ્યાપાર કરે છે. “શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે. (વ.પૃ.૪૧૨). હા! એટલે આશ્ચર્ય છે કે ચાર ગતિમાં આત્માને અનંતદુઃખ ભોગવતા અનંતકાળ વ્યતીત થઈ ગયો! “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર આ ભવસાગરમાં અનંત અપાર દુઃખ હોવા છતાં આત્માને અજ્ઞાનવશ તેનું ભાન થતું નથી. (3" -પ્ર.વિ.ભા.૧ (પૃ.૩૨૩) અનંતકાળથી આથો વિના ભાન ભગવાન'... ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૨માંથી - “જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવઘાર રે; તુજ દરિશણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે. 40 1 સંક્ષેપાર્થ - હે અનંત કરુણા કરીને જગતના જીવોને તારનાર એવા જગતારક સર્વાનુભૂતિ પ્રભુ! હું આપની આગળ વિનંતિ કરું છું. તે વિનંતિને આપ અવઘારો અર્થાત્ લક્ષમાં લ્યો. આપના સ્વરૂપના દર્શન વગર અથવા સમ્યગ્દર્શન વગર હું દેહાદિમાં અહંભાવ મમત્વભાવ 244