________________ “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન”...... અર્થ :–“હે પ્રભુ! હું અનંતકાળથી આ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છું, fe 1 અને ચાર ગતિમાં આથડી રહ્યો છું, મને કશું ભાન નથી. ભાન વિના , અનંતકાળથી રખડતો આવ્યો છું. ભાન શાથી આવે? સંતને સેવે તો. પણ મેં તો ગુરુ કે સંતને પણ સેવ્યા નથી, તેમની આજ્ઞા ઉઠાવી નથી; અને વધારામાં અભિમાન પણ મૂક્યું નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન'... હે ભગવાન! આપના બોઘેલા આત્મસ્વરૂપના ભાન વગર હું અનંતકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં આથડી રહ્યો છું. અનંતદુઃખ પામી રહ્યો છું. “ચૌરાશી લખ ભેખમાં, હું બહુ પરિ નાચા હો; મુગતિ દાન દેઈ સાહિબા, અબ કર હો ઉવાચા હો. સુમતિનાથ સાચા હોવું સંક્ષેપાર્થ - ચોરાસી લાખ જીવયોનીમાં નવા નવા દેહરૂપ વેષ ઘારણ કરીને હું બહુ પરિ કહેતાં ઘણી વાર ફરી ફરી નાચ્યો છું અર્થાત્ નાટક કર્યા છે. માટે હે સાહિબા! હવે ભવ નાટકથી છોડાવી મને મુક્તિનું દાન આપી, ઉવાચા કહેતાં ફરી વાચા એટલે વાણીનો ઉપયોગ કરી આપની પાસે કંઈ માગવું ન પડે એવો ઉવાચ બનાવી દ્યો અર્થાત્ મન વચન કાયારૂપ ત્રણે યોગથી રહિત એવી સિદ્ધદશાને આપી મને કૃતાર્થ કરો કે જેથી પછી કંઈ માંગવું પડે નહીં. રૂા. લાગી અગ્નિ કષાયકી, સબ ઠોર હી આંચા હો; રક્ષક જાણી આદર્યા, તુમ શરણ સાચા હો. સુજ સંક્ષેપાર્થ - આ સંસારમાં ચારે બાજુ ક્રોઘ, માન, માયા, લોભરૂપ કષાયની અગ્નિ સળગેલી છે. જેની આંચ એટલે ઝાળ સબ ઠોર હી કહેતાં સર્વ સ્થાનોમાં અમને બાળી રહી છે. તેથી આપને રક્ષા કરનાર જાણી આદર્યા છે. કેમકે તમારું જ એકમાત્ર શરણ સાચું છે. અન્ય કોઈ આ જગતમાં બચાવનાર નથી.” -શૈ.ચો. (અર્થ સહિત) ભાગ-૨ (પૃ.૨૪૦) “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨' માંથી : “ચારે ગતિ ભટકતાં બહુ થાક લાગ્યો, પામ્યો અચાનક સુયોગ, વિચાર જાગ્યોહે! જીવ, શાંત-રસ-પૂર્ણ વિભુ ભજી લે, દુઃખો અનંત છૂટશે, હિત આ સજી લે. 2 અર્થ - હે પ્રભુ! આ ચારેય ગતિમાં અનાદિથી ભટકતાં મને બહુ થાક લાગ્યો, તેમાં અચાનક મહાભાગ્યોદયે આપ પ્રભુનો સુયોગ પ્રાપ્ત થતાં એવો વિચાર જાગ્યો કે હે! જીવ, હવે તું પરમશાંતરસથી પરિપૂર્ણ એવા વિભુ એટલે પ્રભુને ભજી આત્મપ્રાપ્તિ કરી લે, જેથી ભવિષ્યમાં આવનારા અનંતદુઃખોનો નાશ થઈ તારા આત્માનું કલ્યાણ થાય. હવે જીવનમાં આવેલી આવી તકને સાધ્ય કરી લે; જવા દઈશ નહીં.” -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૪૪૩) 243