________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન f6 3 મનમાં અભિમાન આવે ત્યારે ભગવાનને સંભારે તો અભિમાન ન થાય. પોતાનાથી જે નીચા છે તેના ઉપર દ્રષ્ટિ રાખે તો અભિમાન થાય.” -બો.૧ (પૃ.૧૨૭) જ્ઞાની પુરુષ ન કહે કે તને જ્ઞાન થયું છે, ત્યાં સુધી જ્ઞાની છું એમ માનવું નહીં “જ્યાં સુધી જ્ઞાની પુરુષ એમ ન કહે કે તને જ્ઞાન થયું છે, ત્યાં સુધી જ્ઞાની છું એમ માનવું નહીં. મારે જાણવું છે એમ રાખવું. પોતાને જ્ઞાની માની લે તો પછી કોઈની પાસેથી જાણવાનું બંધ થઈ જાય, એટલે પછી ભૂલ જાય નહીં, અને જ્ઞાન થાય નહીં. મને જ્ઞાન થયું એમ માનવામાં નુકસાન છે. એના કરતાં ન માનવામાં લાભ છે. તીર્થકર વિચરતા હતા ત્યારે ગણઘર જેવા પણ ‘ભગવાન જાણે” એમ રાખતા. (આનંદ શ્રાવક-ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત : ઉપદેશછાયા-૪) ગૌતમસ્વામીએ છતે જ્ઞાને જોયું નહીં, ઉપયોગ આપ્યો નહીં. જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. પણ તેથી જ્ઞાન કંઈ જતું રહ્યું? ન માનવામાં કંઈ ખોટ નથી. હું જાણું છું એમ માનવું જીવને સારું લાગે છે, પણ તે નુકસાન કરનાર છે, અશાંતિ કરનાર છે. મને આવડે છે એવું અભિમાન હોય તો જ્ઞાનીનું કહેલું ન બેસે. ગુણગ્રાહી થવું. માનવું છે જ્ઞાનીનું. એણે સાચી વસ્તુ જાણી તે આપણે કામની છે. જગતમાં કશું પ્રિય કરવા જેવું નથી અને “જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી” (198) એટલું હૃદયમાં રહે તો કામ થાય. પ્રિય કરવા જેવું છે તે જ્ઞાનીએ જાણ્યું છે. ચેતતો રહે તો આગળ વધે.” -જૂનું બો.૧ (પૃ.૨૩૧) કૃપાળુદેવને ઉપાધિમાં પણ સમાધિ કેમકે ક્ષાયિક સમ્યક્રવૃષ્ટિ "देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि / यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः // (223) હું વાણિયો છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, એ આદિ દેહાભિમાન જેને નથી અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે, તેનું ચિત્ત જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સમાધિ છે. રાગદ્વેષ થતા નથી. અમુક કરવું, અમુક ન કરવું, એમ એ કરતા નથી. જે ઉદયમાં આવે તે કરે છે. સમાવિભાવ એમનો છૂટતો નથી. એ ક્ષાયિક સમકિતનું બળ છે. કોઈ એમ કહે કે તમારે આટલી ઉપાધિ છે તો ભાર કાઢી નાખો ને! કૃપાળુદેવ કહે છે કે એવું કરવું હોય તો થાય, પણ એમ કરીએ તો કર્મ ભોગવાય નહીં. ભોગવ્યા વિના છૂટકો નથી, આ ભવમાં કે પરભવમાં.” -બો.૨ (પૃ.૧૦૧) “સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.” 16 અર્થ:- “હે પ્રભુ! મેં સંતચરણ એટલે સદ્ગુરુના આશ્રય વગર અનેક સાઘન કર્યા, પણ એનાથી કશું પાર પામ્યો નહીં. એક અંશ માત્ર પણ વિવેક ઊગ્યો નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) 256