________________ સંતચરણ આશ્રય વિના સાઘન કર્યા અનેક’....... “સંતચરણ આશ્રય વિના સાઘન કર્યા અનેક'... હે પ્રભુ! અનંતકાળના પરિભ્રમણમાં મેં મુક્તિને અર્થે અનેક સાઘન , યમનિયમ'ના પદમાં જણાવ્યાં છે તેવા કર્યા, પણ તેમાં મારી એક મોટી ભૂલ રહી ગઈ કે તે સાઘન સદગુરુ કે સંત-પુરુષની આજ્ઞાએ અથવા તેમના આશ્રયે ન કરતાં સ્વચ્છેદે જ દોડ કરી. “શ્રી આનંદઘનજી મહારાજ શ્રી ઘર્મનાથ ભગવાનના જીવનમાં જણાવે છે - “દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ જિ. પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ. ઘ૦ 4 સંક્ષેપાર્થ - હે પ્રભુ! મેં આપના દર્શન કરવા માટે અનાદિકાળથી દોડ દોડ જ કર્યું છે. જેટલી મારા મનની શક્તિ હતી તેટલી સ્વચ્છેદે દોડ કરી છે અને મુક્તિ મેળવવા માટે અનેક તીર્થોની યાત્રા કરી છે કે ઘર્મોની આરાઘન કરી છે. પણ આનંદઘનજી મહારાજ કહે છે કે મુક્તિ મેળવવાનો માર્ગ તો સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ, તેની પ્રતીતિ એટલે શ્રદ્ધા અને તેમના વચનોનો વિચાર કરતાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ ઢુંકડી થશે અર્થાત્ પોતામાં જ આત્માના દર્શન થશે. પણ સાથે ગુરુગમને અવશ્ય જોડજો, નહીં તો ફરી ભૂલા પડશો. શ્રીમદ્જીએ પણ આ વિષે કહ્યું છે કે-“બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે.” જા -ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૧ (પૃ.૧૮૬) પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨' માંથી : “ત્રિવિધિના તાપે અશરણ બઘો લોક બળતો, ભૂલી અજ્ઞાને હા! સ્વરૂપ નિજ, દુઃખે ઊકળતો; તમારી વાણી ને શરણ વિણ ના તાપ ટળતો, તથાપિ ના શોધે શરણ તુજ, એ ખેદ રળતો. 3 અર્થ - હે પ્રભુ! ઊર્ધ્વ, અઘો અને મધ્ય એવા ત્રણેય લોકમાં જેને કોઈનું શરણ નથી એવા અશરણ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાથિના ત્રિવિધ તાપથી જગતમાં બળી રહ્યા છે. હા! આશ્ચર્ય છે કે અનાદિકાળથી પોતાના સ્વસ્વરૂપને અજ્ઞાનના કારણે ભૂલી જઈ; જન્મ, જરા, મરણના કે ત્રિવિધ તાપાગ્નિમાં દુઃખમાં જ તે ઊકળ્યા કરે છે. તે ત્રિવિધ તાપ માત્ર તમારી વીતરાગ વાણી કે તમારા અનન્ય શરણ વિના ટળી શકે એમ નથી. તો પણ હે નાથ! મારો આત્મા ભારે કર્મવશાત્ આપનું શરણ લેવાને શોઘતો નથી એ જ મોટો ખેદ વર્તમાનમાં મને દુઃખ આપે છે તેને હે નાથ! તું નિવાર, નિવાર. “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૨૧૩માં પરમકૃપાળુદેવે ઉપરોક્ત ભાવ વ્યક્ત કર્યો છે. તેને આ કડીમાં વણી લેવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે : 257