________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સફુરુષ જ શરણ છે; સન્દુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (વ.પૃ.૨૬૯) -પ્ર.વિ.ભા.૧ (પૃ.૨) “જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સુલભ મોક્ષપદ, ભાખ્યુંજી; આત્મસ્થિરતા, મોક્ષમાર્ગ તો કેમ સુલભ નહિ? દાખ્યુંજી. સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ પામ્યા, અચળ આ કળિકાળજી. અર્થ - જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે એમ મહાપુરુષોએ કહ્યું છે, તો ક્ષણે ક્ષણે આત્માનો ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ મોક્ષમાર્ગ તેમના દ્રઢ આશ્રયે કેમ સુલભ ન હોય? અર્થાતુ હોય જ. આત્મઉપયોગ સ્થિર થયા વિના મોક્ષપ્રાપ્તિ હોય નહીં. સૂક્ષ્મ આત્મતત્ત્વની દ્રઢ શ્રદ્ધાને આ કળિકાળમાં પામ્યા એવા પરમકૃપાળુપ્રભુનો ચરણ કમળમાં મારા કોટિશ પ્રણામ હો. ટી. જ્ઞાનીપુરુષનાં વચન તણો દૃઢ આશ્રય જે નર પામ્યો છે, તેને સાઘન થાય સુલભ સૌ, અખંડ નિશ્ચય માન્યોજી. અર્થ - જ્ઞાનીપુરુષના વચનમાં જેને દ્રઢ શ્રદ્ધા હોય તેને મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા વૈરાગ્ય, ઉપશમ. ભક્તિ. સંયમાદિ સર્વ સાઘન સલભ થાય એવો અખંડ નિશ્ચય જ્ઞાનીઓએ માન્ય કરેલ છે.” II -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૨૭૧) સંતચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - દુષમકાળમાં વૃત્તિઓનો જય કરવા માટે સત્સંગની સમીપતા જરૂરી “જ્ઞાનીપુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પરુષોએ કર્યો છે, તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય.” (વ.પૃ.૪૪૭) આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે સઘુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કર્તવ્ય “સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. 258